400 કીમી દૂર પત્નીએ પુત્રને જન્મ આપતાં પોલીસ કોન્સ્ટેબલે રજા લેવાને બદલે દેશની સેવા કરવાનું પસંદ કર્યું

સચીન પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અનિરુદ્ધસિંહ રાઠોડના ઘરે 5 મેના રોજ પુત્રનો જન્મ થયો છે, તેમ છતાં ઘરે જઇને પુત્ર અને પત્નીની કાળજી રાખવાની જગ્યાએ કોરોના સામે લડવા માટે દેશ સેવા કરી રહ્યા છે. પોતાના નવજાત દિકરાને વોટ્સએપ વિડીયો કોલ કરી પ્રથમ વખત જોઇ પત્નીને પોતાની ધ્યાન રાખવાનું કહી પોતાની ફરજ પર લાગી ગયા હતા. આ માટે તેમણે કોઈ અધિકારી પાસે રજા લેવાને બદલે ડ્યૂટી પર રહેવાનું પસંદ કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લોકડાઉનમાં પોલીસની ભૂમિકા સૌથી અગત્યની

સચીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અનિરુધ્ધસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, આપણા રાજ્ય અને દેશ પર સંકટનો ઓછાયો હોય ત્યારે લોકોની સુરક્ષા અને કાયદાના પાલન માટે ખડેપગે રહેવું એ અમારું પ્રથમ કર્તવ્ય છે. આવા સંજોગોમાં પારિવારિક પ્રસંગો, સામાજિક ફરજો અમારા માટે ગૌણ બની જાય છે. મંગળવારે સચીન ચાર રસ્તાના પોઈન્ટ પર ડ્યૂટી પર હતો ત્યારે ઘરેથી પત્નીએ દીકરાને જન્મ આપ્યો હોવાનો કોલ આવ્યો. સુરતથી 400 કિમી દુર વોટ્સએપથી વિડીયો કોલ કરીને દિકરાનું મોઢું જોઈ લીધા બાદ તરત જ ડ્યૂટી પર લાગી ગયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો