લોકડાઉનમાં બે વ્યક્તિએ કરેલી ભૂલથી 40ને કોરોના થયો, જો તમે પણ ટાઈમપાસ માટે ભેગા થઈને પત્તા રમતા હોય તો ચેતી જજો

લોકડાઉનમાં ટાઈમપાસના ચક્કરમાં આંધ્ર પ્રદેશના બે લોકોએ 40 લોકોને કોરોના વાયરસથી સંક્રમિત કરી દીધા. બે સંક્રમિતોએ મિત્રો અને પાડોશીઓ સાથે પત્તા રમ્યા અને કોરોનાનો ચેપ લગાડી દીધો. પહેલા મામલો કૃષ્ણા જિલ્લાનો છે, જ્યાં એક વ્યક્તિએ 24 લોકોને સંક્રમિત કર્યા. જ્યારે બીજો મામલો વિજયવાડાનો છે જ્યાં 16 લોકોને કોરોનાનું સંક્રમણ થયું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

કૃષ્ણા જિલ્લાના ડીએમ મોહમ્મદ ઈમ્તિયાઝે જણાવ્યું કે બંને ઘટનાઓમાં ઓછામાં ઓછા 40 લોકો કોરોના વાયરસના સંક્રમણમાં આવ્યા. તેમણે જણાવ્યું કે, શહેરના કૃષ્ણ લંકા વિસ્તારમાં સમય પસાર કરવા ટ્રક ચાલક મિત્રો અને પાડોશીઓ સાથે મળીને પત્તા રમતો હતો. જ્યારે મહિલાઓ ગ્રુપ બનાવીને તંબોલા રમી રહી હતી. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવે 24 લોકો કોરોના સંક્રમિત થઈ ગયા.

સોશિયલ ડિસ્ટન્સિંગની અપીલ

ઈમ્તિયાઝે જણાવ્યું કે, આ પ્રકારની જ ઘટના કાર્મિક નગરમાં બની. ટ્રક ચાલકે સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન કર્યું, જેના કારણે 15 લોકો કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા. વિડીયો કોન્ફરન્સિંગ દરમિયાન ડીએમએ કહ્યું કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરવાના કારણે સંક્રમણ વધ્યું છે. તેમણે લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની અપીલ કરી છે.

આંધ્ર પ્રદેશમાં 1000થી ઉપર થયા કોરોનાના કેસ

ઉલ્લેખનીય છે કે આંધ્ર પ્રદેશમાં કોવિડ-19 સંક્રમણના મામલાની સંખ્યા વધીને 1016 થઈ ગઈ છે. શનિવારે આવેલા નવા મામલામાં સ્વાસ્થ્યકર્મી અને પોલીસકર્મીઓ પણ સામેલ છે. જ્યારે શનિવારે સંક્રમણથી બે લોકોના મોત થઈ ગયા. જે બાદ મોતનો આંકડો 31 થઈ ગયો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો