કાળજુ કંપાવી દેતી ઘટના સામે આવી: ગાંધીનગરમાં મામાના ઘરે લગ્નમાં આવેલા 4 વર્ષના બાળકને કારે કચડી નાખતા મોત, ઘટના CCTVમાં કેદ

કેટલાંક માતા-પિતા પોતાના બાળકોને લઈને જરાય ગંભીર હોતા નથી. કેટલાંક માતા-પિતા ઘરે અને ઘરની બહાર નીકળ્યા પછી પણ પોતાના બાળકની કાળજી રાખવામાં નિષ્ફળ નીવડતા હોય છે. બાળક ઘરની બહાર શું કરી રહ્યું છે એની પણ ક્યારેય જાણ હોતી નથી. ત્યારે માતા-પિતા માટે આવો જ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરમાં સાસાયટીમાં રમતા એક 4 વર્ષના બાળકને કાર ચાલકે કચડી નાખતા કરૂણ મોત નીપજ્યું હતું. આ હચમચાવી દેતી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે. જે જોઈને કોઈનું પણ કાળજુ કંપી જાય!

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આ 4 વર્ષનું ગાંધીનગરના સરગાસણમાં તેના મામાના ઘરે લગ્ન પ્રસંગમાં આવ્યું હતું. ત્યારે સોસાયટીમાં તે રમી રહ્યું હતું અને તેના પર કાર ફરી વળતાં તેનું કરૂણ મોત નીપજ્યું હતું. જે બાદ મામાના ઘરે લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જે બાદ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. આ ઘટના ગાંધીનગરના સરગાસણની સ્વસ્તિક 42 સોસાયટીની છે. સામે આવેલા સીસીટીવીના ફૂટેજમાં દેખી શકાય છે કે, આ ચાર વર્ષનું બાળક સોસાયટીના ગેટ પાસે રમી રહ્યું હતું.

એ સમયે એક કાર ત્યાંથી પસાર થાય છે અને સોસાયટીમાં પ્રવેશી રહી હોય છે. ત્યારે આ માસૂમ બાળક અહીં રમી રહ્યું હતું, પરંતુ કાર ચાલકને એ વાતનું ધ્યાન ન રહ્યું કે, બાળક રમી રહ્યું છે. કાર ચાલકે સોસાયટીમાં પોતાની કાર વાળી અને પળવારમાં જ કાર બાળક પર ચઢી ગઈ હતી. એ પછી કાર નીચે બાળક કચડાઈ ગયું હતું. આ જોઈને આસપાસના લોકો દોડી આવે છે અને બાળકને કાર નીચેથી બહાર કાઢે છે. જો કે, આ ઘટનામાં ચાર વર્ષના બાળકનું કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ બાળકના મામાના ઘરે જે લગ્ન પ્રસંગ હતો તે માતમમાં ફેરવાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો