પાલનપુરના 4 વર્ષના બાળકની અનોખી સિદ્ધિ: શિવતાંડવ તથા હનુમાન ચાલીસાના પાઠ પોતાના મુખેથી ઉચ્ચારતા લોકો અચરજ પામે છે. સાથે જ રામાયણ અને મહાભારતનું જ્ઞાન ધરાવે છે

પાલનપુરનો 4 વર્ષીય બાળક કે જે પોતાની રમતની ઉંમરમા હિન્દુ સંસ્કૃતિના પાઠો ભણવા લાગ્યો છે. પોતે વાંચતા શીખે તે પહેલા જ બાળક રામાયણ, મહાભારતનુ મોટાભાગનુ જ્ઞાન ધરાવતો થઇ ગયો છે. જ્યારે શિવતાંડવ, હનુમાન ચાલીસા સહિત નરસિંહ મહેતાની હુંડી પોતાના મુખેથી ઉચ્ચારતા લોકો અચરજ પામે છે.

પાલનપુરના નગરપાલિકા વિસ્તારમાં આવેલા રામનિવાસ ખાતે રહેતા સલોનીબેન વિપુલભાઇ ઠાકરનો ચાર વર્ષીય પુત્ર માધવન કે જે એલકેજીમાં અભ્યાસ કરે છે. માધવન વધુ ધાર્મિક ગ્રંથો સહિત સાહીત્યોમાં રસ ધરાવે છે.જ્યારે પિતા કે માતાનો મોબાઇલ લઇ ગેમ નથી રમતો પરંતુ અલગ અલગ સાહિત્યોના વીડીયો જુએ છે. 4 વર્ષની ઉંમરે માધવન હિન્દુ ધર્મના રામાયણ, મહાભારતની મોટાભાગની ગાથા પોતાના મુખેથી વર્ણવે છે. જ્યારે મહાભારતના શ્લોકો અભિનય સાથે રજૂ કરતાં તેની પાસે બેસીએ તો નાના બાળક પાસે નહી પરંતુ કોઇ ઉંમરલાયક વિદ્વાન પાસે બેઠા હોઇએ તેવું મહેસુસ થાય છે.

હું ગર્ભવતી સમયે રામાયણ,મહાભારત વાંચ્યા તેનો મને પ્રસાદ મળ્યો છે.:સલોનીબેન(માધવનની માતા)

હું ગર્ભવતી સમયે ઘરડાઓની કહેવત મુજબ મારા શિશુમા સાંસ્કૃતિક સંસ્કાર આવે તે માટે રામાયણ અને મહાભારત જેવા ગ્રંથો સહિત અનેક સાહિત્યોનુ વાંચન કર્યુ હતુ.જો કે માધવન 7 માસથી બોલતો થઇ ગયો હતો. તે બાદ પણ અમે તેને સાંસ્કૃતિ વારસા તરફ જ વાળતા આજે અમે ગર્વ અનુભવીએ છીએ કે ધાર્મિક ગ્રંથોનું નાની વયમા જ જ્ઞાન ધરાવતો થયો છે અને માધવનને કોઇ પણ સાહિત્યનો વિડીયો બતાવીએ તો યાદ રહી જાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો