4 વર્ષનો માસૂમ મૃત્યુ પહેલા 4 લોકોને આપતો ગયો નવું જીવન

ચંદીગઢમાં રહેતો 4 વર્ષનો હાર્દિક મરતા પહેલા 4 લોકોને નવજીવન આપતો ગયો. તેની બંને કિડની અને કોર્નિયા 4 દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી. હાર્દિક છત પરથી નીચે પડી જતાં ગંભીર ઈજા પામ્યો હતો. જેને PGI હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. માથામાં વધુ વાગવાને લીધે આ દુર્ઘટનામાં તે કોમામાં જતો રહ્યો, અને મોતને ભેટ્યો.

4 લોકોને નવી જિંદગી આપતો 4 વર્ષનો માસૂમ, 28 એપ્રિલે સેલિબ્રેટ કરવાનો હતો 5મો બર્થડે..

ધાબા પરથી પડીને ઘાયલ થયેલા 4 વર્ષના હાર્દિકને તમામ પ્રયાસો કર્યા છતાં બચાવી ન શકાયો. ગવે હાર્દિકની બન્ને કિડની અને કોર્નિયા(આંખ પરનો પારદર્શક પડદો) 4 દર્દીઓમાંટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. હાર્દિકને PGI હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. માથામાં ગંભીર ઈજા થવાના કારણે દુર્ઘટના બાદ તે કોમામાં હતો.

– હાર્દિકના કાકા સૌરભ જૈને જણાવ્યું કે, હાર્દિક 1 એપ્રિલના રોજ સ્કૂલેથી પાછો આવ્યો હતો. થોડી વાર પછી તે ધાબા પર ગયો. જોકે, તેને લેવા પાછળ પાછળ તેની મમ્મી પણ પહોંચી, પરંતુ ત્યાં સુધીમાં તો તે ધાબા પરથી પડી ગયો હતો.

– પરિવારજ હાર્દિકને તાત્કાલિક કરનાલની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈને ગયા. ત્યાંથી તેમને PGI રેફર કરી દેવામાં આવ્યો હતો.

– હાર્દિકનો 28 એપ્રિલના રોજ પાંચમો બર્થડે હતો. પિતા નિતિન જૈને કહ્યું- દુઃખના સમયમાં ઓર્ગન ડોનેશન માટે હાં કહેવું મુશ્કેલ હતું. પછી વિચાર આવ્યો કે, જો હાર્દિકના અંગો કોઈને કામ આવી શકે તો તેનાથી સારું શું હોઈ શકે?

આવા ઉમદા કાર્યને લાઈક અને શેર કરીને વધાવજો મિત્રો.. પ્રભુ એમના આત્મા ને શાંતિ આપે એજ પ્રાથના… ૐ શાંતિ..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો