પંજાબમાં જે સ્કૂલ વેનમાં 4 બાળકો સળગીને મરી ગયા તેને રૂ. 25 હજારમાં એક દિવસ પહેલાં જ ભંગારમાંથી ખરીદાઈ હતી; ડ્રાઈવર-પ્રિન્સિપલની કરાઈ ધરપકડ

સિમરન પબ્લિક સ્કૂલની જે વેનમાં શનિવારે 4 બાળકોના સળગીને મોત થયા હતા તેને સ્કૂલ સંચાલકે શુક્રવારે જ રૂ. 25 હજારમાં ભંગારમાંથી ખરીદી હતી. ઘટના પછી પોલીસ વેનના ડ્રાઈવર અને સ્કૂલ પ્રિન્સિપલની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમના વિરુદ્ધ કલમ-302 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. સ્કૂલથી 200 મીટર દૂર જ આ ઘટના બની હતી. તેમાં 4 વિદ્યાર્થીઓ કમલપ્રીત, આરાધ્યા, નવજોત કૌર અને સિમરનજીત સિંહનું સળગીને મોત થયું હતું.

હત્યાનો કેસ નોંધાયો

ડીસી ઘનશ્યામ થોરીએ જણાવ્યું કે, ભંગારમાંથી ખરીદવામાં આવેલી વેન આરટીઓમાંથી પાસ કરવામાં આવી નહતી. આ સંજોગોમાં આ વેન સ્કૂલના બાળકો માટે વાપરવી જ ન જોઈએ. એસએસપી સંગરુર ડૉ. સંદીપ સિંહ ગર્ગે જણાવ્યું કે, ઘટના પછી અટકાયત કરવામાં આવેલા સ્કૂલના અધ્યાપક અને સ્ટાફના આઠ લોકોને છોડી દેવામાં આવ્યા છે. સ્કૂલના પ્રિન્સિપલ અને ડ્રાઈવર સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.

બાળકોના અગ્નિ સંસ્કાર કરાયા

ઘટનામાં જીવ ગુમાવનાર બાળકોના લૌંગોવાલના રામબાગમાં એક સાથે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા છે. આ દરમિયાન એસજીપીસી પ્રધાન ગોબિંદ સિંહ લૌગોવાલ સહિત મોટી સંખ્યામાં ગામના લોકો હાજર રહ્યા હતા. બાળકોની અંતિમ વિદાય વખતે આખુ બજાર બંધ રાખવામાં આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો