વડોદરામાં દુષ્કર્મના ગંભીર ગુનામાં બેદરકારી રાખનાર PSI, ASI સહિત 4 પોલીસકર્મીને SPએ સસ્પેન્ડ કર્યાં
વડોદરાનાં લક્ષ્મીપુરાની 7 વર્ષની છોકરીની છેડતી મામલે નિષ્કાળજી રાખનાર પીએસઆઇ અને મહિલા ASI સહિત ચાર કર્મચારીઓને SPએ સસ્પેન્ડ કર્યાં છે. બાળકી સાથે શારીરિક અડપલા કરનાર શખ્સની તાલુકા પોલીસે ધરપકડ કરી છે.
લક્ષ્મીપુરામાં સાત વર્ષની છોકરી સાથે બે વખત શારીરિક અડપલા કરવાના બનાવને જિલ્લા પોલીસ વડાએ ગંભીરતાથી લીધો છે. આ બનાવ અંગે વડોદરા તાલુકા પોલીસ મથકે ગુનો કેમ મોડો દાખલ થયો? તે અંગે જિલ્લા પોલીસ વડાએ તપાસ કરાવી હતી. તપાસ દરમિયાન વડોદરા તાલુકા પોલીસની ગંભીર બેદરકારી બહાર આવી હતી.
7 વર્ષની છોકરી સાથે પહેલી વખત શારીરિક અડપલા કરનાર ભાવેશ પરમાર વિરૂદ્ધ જે તે સમયે તાલુકા પોલીસના બિટ જમાબદાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ સમગ્ર પ્રકરણ અંગે ગુનો દાખલ થયા બાદ મામલો ઉચ્ચ અધિકારી સુધી પહોંચ્યો હતો.
આ પ્રકરણમાં જિલ્લા પોલીસ વડાએ જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે લાલ આંખ કરી હતી. દુષ્કર્મના ગંભીર ગુનામાં બેદરકારી બદલ જિલ્લા પોલીસ વડાએ પીએસઆઇ પી.જે.ખરસાણ, મહિલા એએસઆઇ પુર્વીશાબેન, બિટ જમાદાર કોન્સ્ટેબલ રાજુભાઇ અને તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઓ ગલાભાઇને સસ્પેન્ડ કર્યા છે. જિલ્લા પોલીસ વડાની કાર્યવાહીને પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. આ ગુનામાં વડોદરા તાલુકા પોલીસે ભાવેશ પરમારની ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જિલ્લા પોલીસ વડાના નેતૃત્વમાં મેરેથોન ક્રાઇમ કોન્ફરન્સમાં અધિકારીઓને કડક સુચનાઓ આપવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

