કોરોનાની મહામારીના સમયમાં પણ થઈ જવું છે ‘કરોડપતિ’: અમદાવાદમાં અંદાજે 9 લાખનાં ડુપ્લિકેટ N 95 માસ્ક સાથે 4 યુવક ઝડપાયા

જ્યારથી કોરોનાની મહામારી શરૂ થઈ છે, ત્યારથી રાજ્યમાં અમુક એવાં લોકો છે કે જેઓ પૈસા કમાઈ લેવાની ઈચ્છા ધરાવે છે. અને લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી નકલી સેનિટાઈઝર, એન 95 માસ્ક સહિતનું વેચાણ કરતાં અનેક લોકો પણ ઝડપાયા છે. તેવામાં અમદાવાદમાંથી અંદાજે 9 લાખની કિંમતનાં ડુપ્લિકેટ એન 95 માસ્ક સાથે પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

હાલમાં કોરોના મહામારીને કારણે ભયનો માહલો છે. લોકો માસ્ક અને સેનિટાઈઝર વગર ઘરની બહાર નીકળતાં નથી. જેને લઈ કેટલાય લોકો આવી મહામારીમાં પણ પોતાના ઘર ભરવા માટે લોકોનાં જીવ જોખમમાં મૂકી રહ્યા છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં સોનીની ચાલ પાસે આવેલાં સફલ સુમેલ-7 બિઝનેસપાર્કમાં 3 યુવકો 3M કંપનીનાં ડુપ્લિકેટ એન 95 માસ્કનું વેચાણ કરતા હતા.

આ મામલાની જાણ 3M કંપનીનાં ઈન્વેસ્ટિગેશ ઓફિસરને થઈ હતી. જે બાદ તેઓએ આ મામલે પોલીસને જાણ કરી હતી. જેથી PCB દ્વારા સુમેલ પાર્કનાં મા ક્રિએશન દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દુકાનમાં ત્યારે હાજર કિરણ જેઠવા અને કમલેશ મહેતા પાસેથી પોલીસને 1280 નંગ 3M કંપનીના ડુપ્લિકેટ માસ્ક મળી આવ્યા હતા. અને થોડા સમય બાદ નીરજ ભાટિયા અને ઘનશ્યામ નાગરાણી વધારે 500 નંગ ડુપ્લિકેટ માસ્ક લઈને આવી પહોંચ્યા હતા.

આમ પોલીસે 1780 ડુપ્લિકેટ માસ્ક સાથે 8.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઓરિજનલ 3M કંપનીના માસ્કની પટ્ટી માટે સફેદ દોરીનો ઉપયોગ થાય છે. પણ આ લોકો દ્વારા લાલ, પીળી દોરીનો ઉપયોગ થતો હતો. સાથે જ માસ્ક પરનું લખાણ પર અલગ હતું અને માસ્કની બનાવટ પણ તકલાદી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો