માતાપિતા માટે ચેતવણીરૂપ કિસ્સો: અજાણ્યા વ્યક્તિ પાસેથી 120 રૂપિયામાં લીધેલી ડેન્ગ્યુ-મેલેરિયાની દવા બાળકીને પીવડાવતા શંકાસ્પદ રીતે થયું મોત

સુરતના લિંબાયતમાં વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જેમાં ચાર માસની બાળકીને ડેન્ગ્યુ મેલેરિયા થઈ જતા માતાપિતા તેનો ઘરગથ્થુ ઉપચાર કરવા જતા તેઓએ પોતાની વ્હાલસોયી બાળકીને ગુમાવી હતી. લિંબાયત, સંજયનગરમાં સુવર્ણપ્રાશન નામની દવા બોટલમાંથી બે ટીપા પીવડાવ્યાં બાદ પાંચ માસની બાળકી મોતને ભેટી હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો હતો. આ ઘટના બાદ લિંબાયત વિસ્તારના ભયભીય વાલીઓ 23 જેટલા બાળકો સાથે સિવિલમાં દોડી આવ્યા હતા. મૃતક બાળકીનો પીએમ રિપોર્ટ પેન્ડિંગ રહેતા મૃત્યુ પાછળનું રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, મૂળ મહારાષ્ટ્ર, ચોપડાનો વતની મુકેશ પાટીલ પરિવાર સાથે લિંબાયત, સંજયનગરમાં રહે છે. રિંગરોડની માર્કેટમાં નોકરી કરતા મુકેશની પાંચ માસની પુત્રી કિશોરી માટે મંગળવારે બપોરે તેની પત્ની જીજાબાઈએ સુવર્ણપ્રાશન નામની દવાની બોટલ લીધી હતી. આ દવા વેચવા આવેલા યુવકો પાસેથી સ્થાનિક વિસ્તારની મહિલાઓને દવા લેતા જોઈ જીજાબાઈએ પણ પુત્રી કિશોરી માટે રૂપિયા 120 આપી દવાની બોટલ લીધી હતી. દરમિયાન બુધવારે સવારે કિશોરી મોતને ભેટી હતી.

મુકેશ સહિતના પરિવારના સભ્યોએે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, દવાના ટીપા પીવડાવ્યાં બાદ કિશોરીની તબિયત લથડી ગઈ હતી. રાત્રીના એકાદ વાગ્યાથી તેણીએ રડવાનું શરૃ કર્યું હતું. ત્યારબાદ બુધવારે સવારે કિશોરીને સિવિલમાં ખસેડાતા તબીબોએ મૃત ઘોષિત કરી હતી. એકની એક પુત્રીના અકાળે મોતને પગલે પરિવારજનો ઘેરા શોકમાં ડૂબી ગયા છે.

પરિવારના આક્ષેપને પગલે પેનલ પીએમ કરાયું

કિશોરીના મૃત્યુ બાદ માતા-પિતા સહિતના પરિવારના સભ્યોએ આક્ષેપ કર્યો હતો, જેને પગલે સિવિલમાં કિશોરીનું પેનલ પીએમ કરાયું હતું. પોસ્ટમોર્ટમ દરમિયાન ફોરેન્સિક મેડિસિન વિભાગના નિષ્ણાંત તબીબોની પણ મદદ લેવાઈ હતી. જોકે, પીએમ દરમિયાન મૃત્યુનું કારણ જાણી શકાયું નથી. પીએમ કરનારા ડો. ઉમેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, જરૃરી સેમ્પલ લઈ ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલી અપાયા છે. જેનો રિપોર્ટ આવ્યાં બાદ મૃત્યનું કારણ સ્પષ્ટ થશે.

સિવિલમાં લવાયેલા બાળકોનું એક્ઝામિનેશન કરાયું

કિશોરીના મોત બાદ આ દવાની બોટલ લેનારા લિંબાયત, સંજયનગરના વાલીઓ ભયભીત થઈ ગયા હતા. 10 વર્ષથી નાની વયના બાળકોને આ દવા પીવડાવાઈ હતી, જેને પગલે ગભરાયેલા વાલીઓ 23 જેટલા બાળકોને લઈને સિવિલમાં દોડી આવ્યાં હતા. જ્યાં ચોથા માળે પીડિયાટ્રીક વોર્ડમાં તમામ બાળકોનું એક્ઝામિનેશન કરાયું હતું. તબીબી તપાસમાં કોઈ બાળકને તકલીફ જણાઈ નહોતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો