મહારાષ્ટ્રના જલગાંવમાં કાળજુ કંપાવી નાખે તેવી ઘટના સામે આવી, કુહાડી વડે 4 સગીર ભાઈ-બહેનોની હત્યા

મહારાષ્ટ્ર (Maharashtra)ના જલગાંવ (Jalgaon)માં એક અત્યંત હિચકારી ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારના 4 સગીર બાળકો (Minor Child)ની કોઈ અજાણ્યા વ્યક્તિએ કુહાડી મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતાં. માનવામાં આવે છે કે, બાળકોના માતા-પિતા ઘરે હાજર નહોતા અને તે એક પરિવાર મધ્ય પ્રદેશ (Madhya Pradesh)થી જલગાંવ કામની શોધમાં આવ્યો હતો. જલગાંવના બોરખેડા ગામમાં મુસ્તફા નામના એક વ્યક્તિના ખેતરોમાં આ પરિવાર કામ કરતો હતો.

ઘટનાથી સમગ્ર વિસ્તારમાં તણાવ

જલગાંવના રાવેર તાલુકાના બોરખેડા ગામમાં થયેલા હ્યદયદ્રાવક હત્યાકાંડે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી છે. બોરખેડા ગામના ખેતરમાં સવાર સવારમાં મળી આવેલા ચારેય નાના બાળકોના મૃતદેહથી ગામમાં ભારોભાર રોષ વ્યાપી ગયો છે.

મધ્ય પ્રદેશથી પેટિયું રળવા આવ્યો હતો પરિવાર

મધ્ય પ્રદેશમાંથી કામની શોધમાં આ આખો પરિવાર મહારાષ્ટ્રના જલગાંવ આવ્યો હતો. મહતાબ અને તેની પત્ની રૂમલી બાઈ મિલ્લાલા બોરખેડા ગામના જ મુસ્તફા નામના વ્યક્તિને ત્યાં ખેતી કરીને જીવન વ્યતિત કરી રહ્યું હતું. મહતાબ અને તેની પત્ની મધ્ય પ્રદેશના ગઢી વિસ્તારના રહેવાસી છે.

આદિવાસી સમુદાયનો છે પીડિત પરિવાર

આ દંપતિ ચાર બાળકો સાથે મળીને ગામાઅં જ ખેતીકામ કરી છેલ્લા 1 વર્ષથી અહીં જ રહી રહ્યો હતો. હાલ કોઈ કામસર ચારેય બાળકોને એકલા મુકી દંપત્તિ કામ અર્થે મધ્ય પ્રદેશ ગયું હતું. આ દરમિયાન ઘરમાં ચારેય બાળકો એકલા જ હતાં. મૃતકોમાં 12 વર્ષની દિકરી સઈતા, 11 વર્ષનો રાવલ, 8 વર્ષનો અનિલ અને 3 વર્ષની સુમન હતાં. આ ચારેયના મૃતદેહ ખેતમાલિક મુસ્તફાના ખેતરમાંથી મળી આવ્યા હતાં.

કુહાડી વડે કાપીને કરી હત્યા

પોલીસને પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ ચારેય બાળકોની હત્યા કુહાદી વડે કરવામાં આવી હતી. પોલીસને આશંકા છે કે, ચારેય બાળકોની હત્યા કુહાડી વડે જ કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર વિસ્તાર સીલ કરી દીધો છે અને સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ હત્યાકાંડ શહેરથી માત્ર એક જ કિલોમીટર દૂર અંજામ આપવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો