ગોધરાના ચારેય યુવાનોની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા, પટેલ સમાજમાં શોકનો માહોલ

ગોધરાના રામપુર ગામે રહેતાં આયુર્વેદિક કોલેજમાં પાર્ટ ટાઇમ પ્રોફેસર તરીકે નોકરી કરતો પિનાકીન પટેલ, જીગર પટેલ, મોહિત પટેલ તથા મૈલીન પટેલ પોતાના ગામના મિત્રની ઇક્કો કાર લઇને વીરપુર જવા નીકળેલા ચારેય યુવાનો કાર સાથે મેંદરડા માર્ગ પરના ખળપીપળા નજીક તળાવમાં કાર ખાબક્યા હતા. પોલીસ તથા ફાયર જવાનો ઘટના સ્થળે પહોંચીને શોધખોળ હાથ ધરતા 20થી 25 ફૂટ ઊંડા તળાવમાંથી કાર મળી આવી હતી. ક્રેઇનની મદદથી કારને બહાર કાઢતાં કારમાંથી બે મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે બીજા બે મૃતદેહ તળાવમાંથી મંગળવારની સવારે મળી આવ્યા હતાં. ચાર મૃતકના પાર્થિક દેહને જુનાગઢના બદલે પીએમ કરવા અમદાવાદ મૃતદેહ લાવ્યા હતા.અમદાવાદ ખાતે હોસ્પિટલમાં પીએમ કર્યા બાદ તમામના મૃતદેહ બુધવારે વહેલી સવારે ગોધરાના રામપુર ખાતે લવાયા હતા. જ્યાં ચારેયની એક સાથે અંતિમ વિદાય કરવામાં આવી હતી.

યુવકોના મોતથી પટેલ સમાજના 150 ઘરોમાં બે દિવસથી ચુલો પણ સળગાવવામાં આવ્યો ન હતો

રામપુર રહેતાં ચાર મૃતક યુવકોના માતા પિતા અને બે મૃતકોની પત્નીઓને યુવકોના મોતની જાણ કરવામાં આવી ન હતી. રામપુરથી આશરે 100 જણાં 4 યુવકોને શોધવા ગાડીઓ લઇને જુનાગઢ પહોંચ્યાં હોવાથી ગામ સુમસામ બન્યું હતું. 4 યુવકોના મોતથી પટેલ સમાજના 150 ઘરોમાં બે દિવસથી ચુલો પણ સળગાવવામાં આવ્યો ન હતો. મૃતકો પૈકી એક યુવાનની પત્ની હાલ ઘૂસિયા પોતાને પિયેર ડિલીવરી માટે આવી છે. આથી તેને મળવા વિરપુરથી સોમનાથ જતા પહેલાં ચારેય ઘૂસિયા જવા માંગતા હતા. આથી તેઓએ જૂનાગઢથી નેશનલ હાઇવે પર સોમનાથ જવાને બદલે વાયા મેંદરડાથી જતો માર્ગ પસંદ કર્યો હતો.

સોમનાથ જવાનું કહ્યા બાદ મોબાઇલ સ્વિચ ઓફ થઇ ગયા હતા

4.20 વાગે મોબાઇલ દ્વારા ઘરે વીરપુરના દર્શન કર્યાનું જણાવીને બાદમાં સોમનાય મંદિરે દર્શન કરવા જઇએ છીએ તેમ કહ્યું હતું. 4 યુવાનો ઇક્કો કારમાં સોમનાથ જવા નીકળતાં મેંદરડા પાસેથી 4 યુવાનો સંપર્ક વિહોણા થયા હતા. ફોન કરતાં 4ના મોબાઇલ સ્વીચ ઓફ આવતાં તેઓને શંકા જતાં તપાસ હાથ ધરી હતી. સગડ નહોતા મળતા પરિવારજનો મારતી ગાડીએ જૂનાગઢ પહોંચ્યા હતા. જૂનાગઢ પોલીસ માં ગુમ થયાની ફરીયાદ નોધાવતાં પોલીસે શોધખોળ આરંભી હતી.

6 વાગે તમામના મોબાઇલ બંધ થયા

જૂનાગઢ પહોંચેલા મૃતકોના પરિવારજનોએ પોલીસ સાથે જૂનાગઢના આસપાસના વિસ્તારમાં શોધખોળ શરૂ કરી હતી. ચારેયના મોબાઇલ ફોન રવિવારે 6 વાગ્યા બાદ વારાફરતી બંધ થયા હતા. આથી જંગલો તથા આસપાસના તમામ રસ્તાઓ પર શોધખોળ કરી હતી. તોય તેઓ અને ગાડીનો કોઇ પત્તો મળ્યો નહોતો.- અમૃત પટેલ, મૃતક જીગરના પિતા

પોલીસે યુવકોને શોધવા માટે 10 ટીમો બનાવી હતી

8 ડિસેમ્બરની વહેલી સવારે પરીવારો સાથે સંપર્ક તુટી જતા સમાજના લોકો સહિત ચારેય યુવાનોના પરિવારજનો છેલ્લા લોકેશન મુજબ ભાટીયા નવાગામ વચ્ચે શોધી રહ્યા હતા. 20થી 25 વખત એક જ રસ્તા પર ફરીને શોધખોળ કરી હતી. ચાર યુવકો અને કારને શોધવા જુનાગઢ એસ પી સૌરભ સિંગના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ સહિતની અલગ-અલગ પોલીસની 10 ટીમો બનાવીને લોકેશન વાળા વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો