નોકરી માટે વિદેશ જતા લોકો માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, યુગાન્ડામાં નોકરીની લાલચે ગયેલા 4 ગુજરાતીઓને બંધક બનાવીને 45 લાખની ખંડણી માગી

નોકરી માટે યુગાન્ડા ગયેલા અમદાવાદ, પાટણ અને મહેસાણાના ચાર યુવકોને બંધક બનાવીને 45 લાખ રૂપિયાની ખંડણી માગવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં સ્થાનિક ગુજરાતીની મદદથી યુગાન્ડા પોલીસે ચારેય યુવકોને હેમખેમ છોડાવ્યા હતા, અને એક મૂળ ભારતીય સહિત સ્થાનિક અપહરણકર્તાઓની ધરપકડ કરી છે.

અમદાવાદ, પાટણ અને મહેસાણાના ચાર યુવકો નોકરી માટે 14 દિવસ પહેલાં યુગાન્ડા ગયા હતા, જ્યાં એક હોટલમાં તેમને બંધક બનાવીને ગોંધી રાખી ખંડણી માગવામાં આવી હતી. આ ઘટનામાં ભોગ બનેલા મૂળ ગુજરાતી યુવાનોમાં અક્ષય પ્રજાપતિ, સાહિલ પટેલ, અતુલ પટેલ તથા કલ્પેશ વ્યાસનો સમાવેશ થાય છે. જ્યારે તેમનું અપહરણ કરવામાં અન્ય ગુજરાતી યુવાન પ્રફુલ બૂટાણીનો હાથ હતો. યુગાન્ડા પોલીસે તેના સાથીદાર અને યુગાન્ડાના નાગરિક ઈગ્નેશિયસ મુગુમ્યાની પણ ધરપકડ કરી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, મૂળ ગુજરાતી એવા પ્રફૂલ બૂટાણીએ અમદાવાદ, પાટણ અને મહેસાણાના ત્રણ યુવાનોને નોકરીની લાલચ આપીને બોલાવ્યા હતા. ગત 15 જાન્યુઆરીએ ઈન્ટેબે ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી બુટાણી અને તેનો યુગાન્ડાનો સાગરિત આ ત્રણેયને લઈ ગયા હતા અને તેમના પાસપોર્ટ પોતાની પાસે રાખી લીધા હતા. ત્યારબાદ યુવાનોને એક હોટલમાં ગોંધી રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ વાકિસો જિલ્લાની કિરા મ્યુનિસિપાલિટીની હદમાં આવતા બ્વેયોગેરેરેની એલાયન્સ હોટલમાં ખસેડાયા હતા. આરોપીઓએ ત્યારબાદ ચારેયના પરિવાર પાસે તેમની મુક્તિ માટે કુલ 50 હજાર ડોલરની ખંડણી માગતી હતી.

યુગાન્ડામાં સારી નોકરી કરી ઘર-પરિવારને મદદ કરવાનાં સપનાં સેવી તેમણે વહાલું વતન છોડી હજારો કિલોમીટર દૂર અજાણ્યા પંથકમાં જવાની હિંમત કરી હતી. તેઓ એક એજન્ટ મારફતે વિદેશ ગયા હતા, પરંતુ ચારેય ગુજરાતી યુવકોને યુગાન્ડામાં બંધક બનાવીને નીગ્રો ગેંગે તેમના પરિવાર પાસે 45 લાખની ખંડણી માગી હતી, જેને લઈ પરિવારજનો ભારે ચિંતામાં મુકાયાં હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો