19 વર્ષ આર્મીમાં ફરજ બજાવનાર રમેશભાઈ પટેલના પાર્થિવદેહને ચાર દીકરીઓએ અગ્નિદાહ આપ્યો

ધરમપુર ખાતે રહેતા રમેશભાઈ પટેલ 19 વર્ષ સુધી ભારતીય આર્મીમાં સરહદ પર દેશ માટે રક્ષા કરી હતી. જેમનું ગત રોજ તેમના ધરમપુર મુકામે આકસ્મિક મોત નીપજ્યું હતું. ત્યારે તેમના પાર્થિવદેહને અગ્નિદાહ આપવા તેમની દીકરી અમદાવાદ ખાતે ટ્રમ્પના બંદોબસ્ત હોય ત્યાંથી આવી પિતાને અગ્નિદાહ આપતા ઉપસ્થિત લોકોની આંખો ભીની થઇ હતી.

દીકરીને અમદાવાદ પિતાના મોત અંગે જાણ થઈ

આર્મીમેન રમેશભાઈની પુત્રી કાજલ પટેલ વલસાડના ધરમપુર પોલીસ મથક ખાતે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. કાજલ અમદાવાદ આવેલા અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા બંદોબસ્ત માટે અમદાવાદ ગઈ હતી. જ્યાં તેમને ફરજ પર ખબર પડી કે, પિતાનું અવસાન થયું છે. જેથી તે કાર્યક્રમ પતાવી પરત તેમના પિતાના અંતિમ દર્શન કરવા ભીની આંખે દોડી આવી હતી.

આર્મીમેનના મોતથી ધરમપુરવાસીઓ હિબકે ચડ્યાં

ધરમપુર સ્મશાન ભૂમિ ખાતે આર્મીમેનનીઅંતિમયાત્રામાં જાણે આખું ધરમપુર ઉમટ્યું હતું. રિટાયર્ડ આર્મીમેનના મૃતદેહને અગ્નિ દાહ તેમની ચાર પુત્રી કાજલ પટેલ, અનિતા પટેલ, શીતલ પટેલ, અને વંદના પટેલે આપ્યો હતો. પિતાને અગ્નિદાહ દીકરીઓએ આપતાં હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો