દ્વારકાના ખેડૂતની વાડીમાં ઉગ્યા 3થી 4 ફૂટ લાંબા ઘીસોડા

ગુજરાતમાં હાલ વરસાદની અછતના ડાકલા વાગી રહ્યા છે. ત્યારે ખેડૂતો મુંઝવણમાં છે. એવામાં ક્યાંક ક્યાંક કુદરતનો કરિશ્મા પણ જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા સૌથી મોટી ડુંગળી ચર્ચામાં હતી, પરંતુ હાલ દ્વારકાના જામખંભાળિયા તાલુકાનું વીંઝલપર ગામ હાલ ચર્ચામાં છે. આ ચર્ચાનું કારણ છે અહીં એક ખેડૂતની વાડીમાં 64 ઇંચ લાંબા ઘીસોડા ઉગ્યા છે. કિંજલ કારસરીયા, દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા તાલુકામાં આવેલા વીંઝલપર ગામે ડાડુભાઈ ડાંગરની વાડીએ છોકરાઓએ રમતા-રમતા નાખેલા ઘીસોડાના બી આજે મસ મોટા વેલા બની ગયા છે.

દ્વારકાના ખેડૂતની વાડીમાં ઉગ્યા 3થી 4 ફૂટ લાંબા ઘીસોડા:સૌથી મોટું 64 ઈંચનું ઘીસોડું

આ વેલામાં ૬૪ ઇંચ જેટલા લાંબા ઘીસોડાનો ફાલ આવ્યો છે. કેટલાક લોકો ઘીસોડાને તુરિયા પણ કહે છે.

વીંઝલપર ગામે ડાડુભાઈ ડાંગરની વાડીએ કુદરતનો કરિશ્મા સર્જાયો

સૌથી મોટું ઘીસોડું 64 ઇંચનું છે, ત્યારબાદ એક 54 ઇંચનું અને 40-40 ઇંચના અન્ય કેટલાક ઘીસોડા ઉગ્યા છે.

ડાડુભાઇની વાડીમાં લાંબા લાંબા ઘીસોડા આવવાની વાતની જાણ વાયુવેગે આસપાસના વિસ્તારોમાં ફેલાઇ અને પછી શું દુર દુરથી લોકો લાંબા લાંબા ઘીસોડા જોવા આવે છે.

આટલા મોટા ઘીસોડા આવવાનું કારણ અંગે પુછતા ડાડુભાઇએ જણાવ્યું કે આ વેલાને માત્ર છોકરાઓએ પાણી જ પાયું છે.

નથી કોઈ દવા કે અન્ય વસ્તુઓનો છંટકાવ કર્યો, છતાં પણ આ ઘીરોડાના વેલામાં આવતા લાંબા લચક ઘીસોડા લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો