કોરોનાની બીજી લહેરમાં ચાંદોદમાં રોજના સરેરાશ 600 અસ્થિઓનું વિસર્જન થયું

કોરોના મહામારીની બીજી લહેરમાં અનેક પરિવારોને પોતાના સ્વજનો ગુમાવવાનો વારો આવ્યો છે. બીજી લહેરમાં 24 કલાક ધમધમતાં સ્મશાનો અને સ્મશાનમાં વેઈટિંગના દ્રશ્યો આજે પણ રૂંવાડા ઉભા કરી દે છે. તેવામાં પિતૃતર્પણ માટે સુપ્રસિદ્ધ ચાંદોદ ખાતે બે મહિનામાં જ અંદાજે 36 હજાર પરિવારોએ અસ્થિઓનું વિસર્જન કર્યું હતું. એટલે કે સરેરાશ એક દિવસમાં 600 અસ્થિઓનું વિસર્જન ત્રિવેણી સંગમ ખાતે થતું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ડભોઈના ચાંદોદ ખાતે નર્મદા નદી, ઓરસંગ નદી અને સરસ્વતી નદીનો ત્રિવેણી સંગમ છે. અને પિતૃતર્પણ માટે ચાંદોદ ખાતે ગુજરાતભરમાંથી લોકો આવતાં હોય છે. તેવામાં કોરોનાની બીજી લહેરના બે મહિનામાં જ ચાંદોદ ખાતે 36000 પરિવારોએ અસ્થિઓનું વિસર્જન કર્યું હતું. કોરોનાની બીજી લહેરમાં ગુજરાતમાં સેંકડો લોકોનાં મોત નિપજ્યા છે. ત્યારે ચાંદોદ ખાતે પણ રેકોર્ડ બ્રેક અસ્થિ વિસર્જન થયા છે.

એટલું જ નહીં, કોરોનાની મહામારીને કારણે અહીં કર્મકાંડી બ્રાહ્મણો સેવા પણ કરી રહ્યા છે. અહીં જે પરિવારોની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવાં પરિવારોને બ્રાહ્મણો દ્વારા વિનામૂલ્યે વિધિ કરી અસ્થિ વિસર્જન કરાવવામાં આવે છે. આ ઉપરાંત અહીં સોશિયલ ડિસ્ટન્સ સાથે પાંચ લોકોથી વધુ એકઠાં ન થાય તેવા સરકારી ગાઈડલાઈનનું પણ પાલન કરવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો