‘ગીરનો સિંહ સુરતમાં’ સુરતમાં બનાવાયો મહાકાય હાથી જેવો 40 ટનનો ગીરનો બબ્બર શેર

સુરત: 40 હજાર કિલો લોખંડના ભંગારનો ઉપયોગ કરીને સુરત મહાનગર પાલિકા દ્વારા સિંહનું સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યું છે. હાથથી બનેલું ભારતનું સૌથી વજનદાર સ્કલ્પચર છે. સ્કલ્પચરને વરાછા શ્યામ ધામ ચોક પાસે ઈન્સ્ટોલ કરવામાં આવ્યું છે. જેની લંબાઈ 31 ફુટ અને પહોંળાઈ 20 ફુટની છે. 100 દિવસની મહેનત પછી સ્કલ્પચર તૈયાર થયું હતું. આર્ટિસ્ટે સુનિલ શ્રીધરે દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે, જો વ્યવસ્થિત મેઈન્ટેન કરવામાં આવે તો 200 વર્ષ સુધી આ સ્કલ્ચર ચાલશે.’ આવું જ સ્કલ્પચર એસવીએનઆઇટી સર્કલ પર પણ બીજો સિંહ મુકવામાં આવ્યો છે.

100 દિવસની મહેનત પછી સ્કલ્પચર તૈયાર થયું, મેઈન્ટેન કરવામાં આવે તો 200 વર્ષ સુધી આ સ્કલ્ચર ચાલશે

જૂનાગઢના ઝુમાં જઈ 400 સ્કેચ બનાવ્યા
સિંહનું સ્કલ્પચર બનાવવા સૌથી પહેલા 2 ફુટનો માટીનો સિંહ બનાવવામાં આવ્યો હતો, ત્યાર બાદ સૌથી સારો એશિયાટીક સિંહ ક્યાં છે એની તપાસ કરવામાં આવી હતી. સૌથી સારો સિંહ જુનાગઢના શક્કરબાગમાં હતો એટલે માટીમાંથી બનાવેલા સિંહ લઈને આર્ટિસ્ટ સુનિલ શ્રીધર શક્કર બાગમાં રિસર્ચ કરવા માટે ગયા હતાં, જ્યાં ત્રણ દિવસમાં 24 કલાક સિંહની સામે બેસીને 400 સ્કેચ તૈયાર કર્યા હતાં અને 700 ફોટોગ્રાફ પાડ્યા હતાં. સિંહની ચાલ અને સિંહના તમામ અંગો વિશે જાણવા માટે સ્કેચ અને ફોટોગ્રાફ પાડ્યા હતાં, ત્યાર બાદ 8 મહિના સુધી ટીવીમાં સિંહના વિડિયો જોયા હતાં. રિસર્ચ કરવામાં 9 મહિનો સમય લાગ્યો હતો.

સ્કલ્પચરનો લાયનમાપવાસ્તવિક હાથી
40 ટનવજન5.4 ટન
31 ફૂટલંબાઇ21 ફૂટ
20 ફૂટઊંચાઇ10 ફૂટ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો