દિલ્હીની હિંસામાં જીવ ગુમાવનારાઓ કોણ છે ? મોતને ભેટનારા 42 માંથી 30ની ઓળખ થઈ, કોઈકના એક સપ્તાહ પહેલા જ લગ્ન થયા હતા તો કોઈકની પત્ની હતી સગર્ભા

પાંચ દિવસથી દિલ્હીમાં તણાવ છે. 23 ફેબ્રુઆરીની રાતે જાફરાબાદ મેટ્રો સ્ટેશન પર ભીડ એકત્રિત થયા બાદ હિંસા તોફાનમાં પરિણમી છે. આ તોફાનોમાં અત્યા સુધીમાં 42ના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 350થી વધુ લોકો ઘાયલ છે. મરનારાઓનો આંકડો અટકાવાની જગ્યાએ રોજ વધી રહ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, મોટા ભાગના મોત ગોળી વાગવાથી થયા છે. જ્યારે કેટલાક મોત હિંસક તત્વો દ્વારા કરવામાં આવેલા હુમલાઓથી થયા છે. કેટલાક લોકોને જીવતા સળગાવવામાં આવ્યા છે, તો ઘણાં લોકો પર ચપ્પુ-તલવાર જેવા ધારદાર હથિયારોથી હુમલો કરવામાં આવ્યો છે. તોફાનમાં જીવ ગુમાવનારાઓમાંથી મોટાભાગના લોકો ગરીબ હતા. તેઓ પોતાના પરિવારમાં એકમાત્ર કમાનાર હતા. કોઈકના એક સપ્તાહ પહેલા જ લગ્ન થયા હતા, તો કોઈકની પત્ની પ્રેગનન્ટ હતી. અત્યાર સુધીમાં મરનારા 42 લોકોમાંથી 30ની ઓળખ થઈ ચૂકી છે. તો કોણ છે આ તોફાનોમાં જીવ ગુમાવનારાઓ…

1)શાહીદ અલ્વી, ઉંમરઃ 24 વર્ષ
બુલંદશહેરના રહેનાર શાહીદ ઓટો ડ્રાઈવર હતો. તોફાનીઓએ તેના પેટ પર ગોળી મારી હતી. 4 મહીના પહેલા જ શાહીદના લગ્ન થયા હતા. તેમની પત્ની શાજિયા પ્રેગન્નટ છે.

2)મોહમ્મદ ફુરકાન, ઉંમરઃ 32 વર્ષ
મૂળ રૂપથી ઉતર પ્રદેશનો રહેનાર ફુરકાન વેડિંગ બોક્સ ડિઝાઈન કરવાનું કામ કરતું હતું. તેમના પરિવારમાં પત્ની, 4 વર્ષની પુત્રી અને સાડા ત્રણ વર્ષનો પુત્ર છે. ફુરકાન પર પણ ભીડે હુમલો કર્યો હતો.

3)રાહુલ સોલંકી, ઉંમરઃ 26 વર્ષ
સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતો હતો. તોફાનીઓએ તેમની ગોળી મારી હતી. તેમના પિતા હરિ સિંહ સોલકીના જણાવ્યા મુજબ, રાહુલની મોટી બહેનના લગ્ન એપ્રિલમાં થવાના હતા.

4) અશફાક હુસૈન, ઉંમરઃ 26 વર્ષ
ઈલેક્ટ્રિશિયનનું કામ કરતા હતા. તોફાનીઓએ તેમને 5 ગોળી મારી હતી. 11 ફેબ્રુઆરીએ અશફાકના લગ્ન થયા હતા.

5)વિનોદ કુમાર, ઉંમરઃ 22 વર્ષ
ઘૌંડા ચૌકમાં અરવિંદ નગરના રહેનાર વિનોદના પરિવારમાં પત્ની અને બે પુત્ર છે. વિનોદ તેમના મોટા પુત્ર નિતિનની સાથે બહાર ગયા હતા, ત્યારે તોફાનીઓએ તેમની પર હુમલો કર્યો. હુમલામાં વિનોદનું મોત થયું, જ્યારે નિતિન ઘાયલ થઈ ગયો હતો. તોફાનીઓએ તેમની બાઈક સળગાવી દીધી હતી.

6) દિનેશ કુમાર, ઉંમરઃ 35 વર્ષ
ડ્રાઈવર હતા અને તેનાથી થતી કમાણીમાંથી પત્ની અને બે બાળકોનું પોષણ કરતા હતા. દિનેશને 7થી 8 કલાક સુધી વેન્ટિલેટર પર પણ રાખવામાં આવ્યો, જોકે બચાવી શકાયો ન હતો.

7)અકબરી, ઉંમરઃ 85 વર્ષ
દિલ્હીના ગામર ગામડામાં રહેતી હતી અકબરી. તેમનો પુત્ર મોહમ્મદ સઈદ ઘર પર કપડાની દુકાન ચલાવતો હતો. તોફાનીઓએ જે સમયે તેમનું ઘર સળગાવ્યું, તે સમયે અકબરી ઘરે જ હતી. તેમાં તેમનું મોત થઈ ગયું.

8) રતન લાલ, ઉંમરઃ 42 વર્ષ
મૂળ રૂપથી રાજસ્થાનના સીકરના રહેનાર રતન લાલા દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ હતો. તાજેતરમાં જ તેમનું પોસ્ટિંગ ગોકલપુરીમાં એસીપી ઓફિસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે થયું હતું. તેમના પરિવારમાં પત્ની અને ત્રણ બાળકો છે.

9) અંકિત શર્મા, ઉંમરઃ 25 વર્ષ
અંકિત ઈન્ટેલિજન્સ બ્યુરો(આઈબી)માં સિક્યોરિટી આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા. તે ઘણા દિવસોથી ગુમ હતા. તેમનું શબ ચાંદ બાગ વિસ્તારમાં એક નાળામાંથી મળ્યું હતું.

10) રાહુલ ઠાકુર, ઉંમરઃ 23 વર્ષ
ભજનપુરા વિસ્તારમાં રહેનાર રાહુલ એપ્રિલમાં થનાર સિવિલ સર્વિસ એક્ઝામની તૈયારી કરી રહ્યો હતો. તે તેના પરિવારમાં સૌથી નાનો હતો. તેમના પિતા આરપીએફ અધિકારી છે. રાહુલને છાતીમાં ગોળી વાગી હતી. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જોકે તેનો જીવ બચી શકયો ન હતો.

11)સુલેમાન, ઉંમરઃ 22 વર્ષ
ઉતર પ્રદેશના હાપુડ જિલ્લાનો રહેનાર સુલેમાન દિલ્હીમાં લોખંડનું કામ કરતો હતો. સોમવારથી જ તે ગુમ હતો. ગુરુવારે તેનું શબ જીટીબી હોસ્પિટલમાં લાવવામાં આવ્યું.

12)મોહમ્મદ ઈરફાન, ઉંમરઃ 32 વર્ષ
મજૂરી કરીને દર મહીને 8 હજાર રૂપિયા કમાતા હતા. તેનાથી તેના પરિવારનો ખર્ચ ચાલતો હતો. તેના પરિવારમાં માતા, પત્ની અને બે બાળકો હતા.

13)મુશરફ, ઉંમરઃ 35 વર્ષ
ઉતર પ્રદેશના બદાયું જિલ્લાનો રહેનાર મુશરફ દિલ્હીમાં ડ્રાઈવરની નોકરી કરતો હતો. તેના પરિવારમાં પત્ની અને ત્રણ બાળકો હતા. તોફાનીઓએ તેને મારીને તેનું શબ ગોકુલપુરીમાં એક નાળામાં ફંેકી દીધું હતું.

14) સંજીત ઠાકુર, ઉંમરઃ 32 વર્ષ
સંજીત વેલ્ડિંગનું કામ કરતો હતો. તે જ્યારે ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે તોફાનીઓએ તેમની પર પથ્થરથી હુમલો કર્યો હતો. તેમના પરિવારમાં તેમની પત્ની અને બે બાળકો છે.

15) આલોક તિવાર, ઉંમરઃ 24 વર્ષ
કાર્ડબોર્ડ ફેક્ટ્રીમાં કામ કરતા હતા અને દિલ્હીના કરાવલ નગર વિસ્તારમાં રહેતા હતા. તેમના પરિવારમાં પત્ની અને બે બાળકો છે.

16) મુબારક અલી, ઉંમરઃ 35 વર્ષ
મુબારક ભજનપુર વિસ્તારમાં પેન્ટરનું કામ કરતા હતા. ત્રણ દિવસથી ગુમ હતા. તેમના પરિવારમાં પત્ની અને ત્રણ બાળકો-બે પુત્રી અને એક છોકરી છે.

17)મોહમ્મદ શાબબાન, ઉંમરઃ 22 વર્ષ
મુસ્તફાબાદનો રહેનાર મોહમ્મદ શહબાન વેલ્ડિંગ શોપ ચલાવતો હતો. તોફાની તેને તે સમયે ગોળી મારી, જ્યારે તે દુકાન બંધ કરી રહ્યો હતો. એટલું જ નહિ તોપાનીઓએ તેમની દુકાન પણ સળગાવી દીધી હતી.

18)અનવર, ઉંમરઃ 58 વર્ષ
શિવ વિહાર વિસ્તારમાં પોલ્ટ્રી ફાર્મ ચલાવતા હતા. તેનાથી તેમનો પરિવાર ચાલતો હતો. તેમના પરિવારમાં પત્ની અને બે પુત્રીઓ છે. તોફાનીઓએ તેમને સળગાવી દીધા હતા.

19)આમિર, ઉંમરઃ 30 વર્ષ
મુસ્તફાબાદમાં રહેતો હતો. બુધવારથી ગુમ હતો. ગુરુવારે તેનું શબ મળ્યું હતું.

20)હાશિમ, ઉંમરઃ 17 વર્ષ
આમિરનો ભાઈ હતો. હાશિમ પણ બુધવારથી ગુમ હતો. તેનું શબ પણ ગુરુવારે જ મળ્યું.

21)વીર ભાન, ઉંમરઃ 50 વર્ષ
બિઝનેસમેન હતા. તોફાનીઓએ કરાવલ નગર વિસ્તારમાં તેમની પર ગોળબાર કર્યો હતો. તેમના પરિવારમાં પત્ની, 22 વર્ષનો પુત્ર અને 15 વર્ષની પુત્રી છે.

22)મુદસ્સિર ખાન, ઉંમરઃ 35 વર્ષ
ઓટો ડ્રાઈવર તરીકે કામ કરીને ઘર ચલાવતો હતો. તેના પરિવારમાં બે બાળકો હતા. તોફાનીઓએ તેને ગોળી મારી હતી.

23)ઈશ્તિયાક ખાન, ઉંમરઃ 35 વર્ષ
કરદમપુરી વિસ્તારમાં રહેતા હતા. તે વેલ્ડિંગ મશીન બનાવવાનું કામ કરતો હતો. તેના પરિવારમાં પત્ની, ત્રણ વર્ષની પુત્રી અને 6 મહીનાનો છોકરો હતો. તોફાનીઓએ તેના પેટમાં ગોળી મારી હતી.

24)મોહમ્મદ યુસુફ, ઉંમરઃ 52 વર્ષ
ઓલ્ડ મુસ્તફાબાદમાં રહેતો યુસુફ કોર્પોરેટર હતો. તેને 7 બાળકો છે. નોઈડાથી જ્યારે તે પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે ટોળાએ તેની પર હુમલો કર્યો હતો.

25)દીપક કુમાર, ઉંમરઃ
ઝીલમિલ વિસ્તારમાં એક પ્રાઈવેટ ફેક્ટ્રીમાં કામ કરતા હતા. તેમના પરિવારમાં પત્ની અને બે બાળકો(એક પુત્ર, એક પુત્રી) હતા. હુમલાખોરે તેમને ગોળી મારી હતી.

26) જાકિર, ઉંમરઃ 24 વર્ષ
બૃજપુરીનો રહેનાર જાકિર વેલ્ડર હતો. મંગળવારે બે તોફાનીઓએ તેને ગોળી મારી હતી.

27)પરવેઝ આલમ, ઉંમરઃ 50 વર્ષ
ઘોંડાનો રહેનાર પરવેઝ ગેરેજ ચલાવતા હતા. તોફાનીઓએ તેમને ગોળી મારી હતી.

28) મેહતાબ, ઉંમર: 21 વર્ષ
કન્સ્ટ્રક્શન વર્કરનું કામ કરતા હતા મેહતાબ. તેને ટોળાએ માર્યો હતો.

29) મહરૂફ અલી, ઉંમરઃ 30 વર્ષ
ભજનપુરમાં ઈલેક્ટ્રિક શોપ ચલાવતા હતા. તોફાનીઓએ તેને ગોળી મારી હતી.

30) અમાન, ઉંમરઃ 17 વર્ષ

તેને લોકનાયક હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો, જોકે તેનું મોત થઈ ગયું. હોસ્પિટલમાં ઉપસ્થિત કેટલાક વકીલોનું કહેવું હતું કે આમાનનો પરિવાર સીલમપુરમાં વિરોધ પ્રદર્શનમાં સામેલ હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો