ઘોર કળિયુગ-માનવતા નેવે મુકાઈ, પૈસા ભુખ્યા ગીધ જેવી હોસ્પિટલે પેટ ચીરી હોસ્પિટલની બહાર કાઢી મુકતા 3 વર્ષની બાળકીનું કરૂણ મોત

આયુષ્યમાન ભારતની સુવિધાઓ વચ્ચે પણ ખાનગી હોસ્પિટલોની દાદાગીરી અને અમાનવિયતાએ ભલભલાનું કાળજુ કંપાવી નાખે તેવી ઘટનાને અંજામ આપ્યો છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક ગરીબ પરિવારની માત્ર 3 જ વર્ષની માસુમ બાળકીનું ખાનગી હોસ્પિટલે પેટ ચિરીને તરચોડી દીધી હતી. કપાયેલા પેટ સાથે બાળકી તડપતી રહી હતી. આખરે આ બાળકીએ જીવ ગુમાવતા પરિવાર પર આભ તુટી પડ્યું હ્તું.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ એક ખાનગી હૉસ્પિટલે સારવાર માટે દાખલ એક બાળકીના પરિવારે સારવારનો તમામ ખર્ચ ઉઠાવી શકવા માટે અસમર્થતા દર્શાવતા બાળકીને ઑપરેશન ટેબલ પરથી પેટ ચીરાયેલું હોય તેવી હાલતમાં જ બહાર કાઢી મૂકી હતી. પૈસાના અભાવે સારવાર અટકી જતાં બાળકીની હાલત બગડી હતી, આખરે બાળકીએ દમ તોડી દીધો હતો.

પ્રયાગરાજના કરેલી વિસ્તારમાં રહેતા બ્રહ્મદીન મિશ્રાની ત્રણ વર્ષની દીકરીને પેટની બીમારી હતી. માતા-પિતા દીકરીને સારવાર માટે પ્રયાગરાજના ધૂમનગંજના રાવતપુરની એક મોટી હૉસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં થોડા દિવસ પછી બાળકીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. થોડા દિવસ પછી ફરીથી બાળકીનું ઓપરેશન કરવું પડ્યું હતું. બાળકીના પિતાના જણાવ્યા પ્રમાણે ઓપેરશન માટે દોઢ લાખ રૂપિયા ખંખેર્યા બાદ પણ હૉસ્પિટલે વધુ પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. બાળકીનો પરિવાર પૈસા ન ચૂકવી શક્યો તો હૉસ્પિટલે પરિવાર અને બાળકીને બહાર મોકલી દીધા હતા. હોસ્પિટલે માનવતા નેવે મુકીને કહી દીધું હતું કે, બાળકીની સારવાર અહીં નહીં થઈ શકે.

બાદમાં પિતા બાળકીને લઈને બીજી હૉસ્પિટલ ગયા હતા. પરંતુ તમામ હૉસ્પિટલોએ બાળકીને દાખલ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. દરેક હૉસ્પિટલે બાળકીને દાખલ કરવાનો ઈનકાર કરી દીધો હતો કારણ કે તેની હાલત ખૂબ નાજુક હતી. કદાચ તે બચી નહીં શકે. આ મથામણ વચ્ચે બાળકીએ જ દમ તોડી દીધો હતો.

મૃતક બાળકીના પિતાનો આરોપ છે કે, ડૉક્ટરોએ ઑપરેશન બાદ બાળકીના પેટના ટાંકા લીધા નહોતા અને પેટ ચિરાયેલી જ હાલતમાં બાળકીને સોંપી દીધી હતી. માટે બીજી હૉસ્પિટલોએ બાળકીને દાખલ કરવાનો ઇન્કાર કર્યો હતો. બાદમાં સારવાર વગર બાળકીએ દમ તોડી દીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો