ભરૂચમાં મૃત માતાને ઉઠાડતી 3 વર્ષની પુત્રીને જોઇ લોકોનાં હૃદય દ્રવી ઊઠ્યાં, પિતા બાદ માતાના મોતથી દીકરી અનાથ બની ગઇ

ભરૂચના ધોળીકુઇ બજારની વિધવા મહિલાને ટીબીની બીમારીને લઇને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં લવાઇ હતી. તેનું ટુંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. હોસ્પિટલમાં માતાના મૃતદેહ સાથે એકલી પડી ગયેલી ત્રણ વર્ષની પુત્રીએ માતાના નિર્જીવ દેહને ઉઠાડવાના પ્રયાસ કરવાના દ્રશ્યોએ ત્યાં હાજર લોકોના હ્રદય કંપાવી દેતાં આંખો ભિંજાઇ હતી. જોકે, બાદમાં મૃતક મહિલાના જેઠે આવીને બાળકીનો કબજો લીધો હતો.

આખરે માતાએ પ્રાણ ત્યાગી દીધા…

અંક્લેશ્વરના જૂના છાપરા ગામની મનીષા વસાવાના ભરૂચના ધોળીકૂઇ વિસ્તારમાં રહેતાં અમૃત વસાવા સાથે પ્રેમલગ્ન થયાં હતાં. દાંપત્ય જીવનમાં તેમને 3 વર્ષની પુત્રી પ્રિન્સીનું સંતાન સુખ મળ્યું હતું. જોકે તે બાદ અમૃત વસાવાનું અકાળે મૃત્યુ થયું હતું. પતિના દેહાંત બાદ મનીષાને તેની પુત્રી પ્રિન્સીનો એકમાત્ર સહારો હતી. દરમિયાનમાં તેને પણ ટીબીની બિમારી હોય બે દિવસ પહેલાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં મનિષા અને તેની 3 વર્ષની પુત્રી માનસી એકલાં જ હતા. દરમિયાન મનિષાએ પોતાના પ્રાણ ત્યાગી દીધાં હતાં. પિતાને ગુમાવ્યા બાદ હવે માતાનો આશ્રરો પણ ગુમાવનાર પ્રિન્સી તેની મૃત માતાને ઉઠાડવાનો પ્રયાસ કરતી હોવાના દ્રશ્યોથી ત્યાં હાજર લોકોના હ્રદય દ્રવી ઉઠ્યાં હતાં. થોડા સમય બાદ બાળકીના મોટા પપ્પાએ તેનો કબજો લેવાની બાંહેધરી લેતાં બાળકીને આખરે પરિવારની હૂંફ મળશે તેવી આશા ત્યાં હાજર લોકોએ વ્યક્ત કરી હતી.

દીકરીનું કલ્પાંત જોઇને સામાજિક કાર્યકરસ્તબ્ધ થઇ ગયા

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં બનેલી આ ઘટનાની જાણ હોસ્પિટલમાં જ સેવાકીય પ્રવૃત્તી કરતા ધર્મેશભાઇ સોલંકીને થતાં તુરંત જ તેઓ સ્થળ પર પહોંચી ગયા હતા. ધર્મેશભાઇ મૃત્યુ પામેલી માતા પાસે બેસીને રડતા-રડતા માતાને ઉઠાડી રહેલી માસૂમ દીકરીનું કલ્પાંત જોઇને તેઓ પણ એક તબક્કે સ્તબ્ધ થઇ ગયા હતા. ધર્મેશભાઇ સોલંકી ભીખ માંગીને પેટીયું રડનાર મહિલા અને તેની માસુમ બાળકી પ્રિન્સીના વારસદાર બન્યા હતા. મહિલાની અંતિમવિધી પૂરી કરી હતી. ત્યારબાદ માતાની છત્રછાયા ગુમાવી દેનાર માસુમ પ્રિન્સીને સરકારી સંસ્થામાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલાના પતિનું આઠ મહિના પહેલા મોત થયુ હતું

મહિલાના પતિનું આઠ મહિના પહેલા મોત થયું હતું અને આજે માતાએ પણ અંતિમ શ્વાસ લેતા દીકરી અનાથ બની ગઇ છે. બીજી બાજુ તેના અન્ય પરિવારજનો પણ બાળકીને સ્વીકારવા તૈયાર ન હોવાનું જાણવા મળ્યું છે. જેથી બાળકીનો હવે કોઇ સહારો રહ્યો નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો