સિવિલ હોસ્પિટલમાં ત્રણ વર્ષનું બાળક ફૂટબોલની જેમ ફૂલીને આવ્યુ ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી સફળ સર્જરી, જાણો રૂંવાટા ઉભા કરનારી ઘટના
એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલમાં એક પછી એક સફળ સર્જરી કરીને પોતાની ખ્યાતનામના વધારી રહી છે. ત્યારે હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેણે સાંભળી હૃદય કંપી જાય તેમ છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ત્રણ વર્ષનું બાળક ફૂટબોલની માફક ફૂલીને આવ્યુ હતું. ત્યારબાદ બાળકની સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી હતી. આ બાળક સર્જીકલ એમ્ફેસીમા નામના રોગથી પીડાતુ હતુ.
આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, બાળકની શ્વાનનળીમાં શિંગનો દાણો જતા રહેતા બાળક ફૂટબોલની જેમ ફૂલતું જતું હતું. બાળકના હૃદય અને ફેંફસાની પાસે હવા ભરાઈ ગઈ હતી. ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં તેનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. હાલ બાળકની હાલત સ્વસ્થ છે અને બાળકને રજા આપી દેવામાં આવી છે.
બીજી ફેબ્રૂઆરીના રાત્રે 3 વાગ્યાના સમયગાળામાં ભાવનગર જિલ્લાના મહુવાના એક ત્રણ વર્ષના બાળકને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું. બાળકને જોતા હોસ્પિટલનો સ્ટાફ પણ ચોંકી ગયો હતો કારણે કે બાળકના શરીરમાં હવા ભરાવાથી તે ફૂટબોલના દડાની માફક ફૂલી ગયુ હતુ. જોકે સિવિલ હોસ્પિટલમાં તેની સફળ સર્જરી કરવામાં આવી અને આજે બાળકની હાલત સ્વસ્થ થઈ જતા તેને રજા પણ આપી દેવામાં આવી છે.
મહુવાના સિમાડે અડીને આવેલા નેસવડ ગામના ભેડા પરિવારનું ત્રણ વર્ષનું બાળક અચાનક ફૂટબોલના દડાની માફક ફૂલી ગયુ હતુ. બાળકના માતા- પિતા તેને તાત્કાલિક ભાવનગર સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ત્યાંના ડોક્ટરે તેને સિવિલ રિફર કરવાની સલાહ આપતા 2 ફેબ્રૂઆરીના રોજ રાત્રીના 3 વાગ્યાના સમયગાળામાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. બાળકનું બ્રોંકોસ્કોપીથી નિદાન કરતા જણાયુ કે, તેના ડાબા ફેફડામાં શિંગનો દાણો ફસાયેલો છે.
સિવિલ હોસ્પિટલના પિડિયાટ્રીક વિભાગના ડોક્ટર્સે બાળકના માતા- પિતાને પુછતા તેમને પણ ખબર ન હતી કે બાળકે શિંગનો દાણો ક્યારે ખાધો હતો. જોકે ડોક્ટર્સને બાદમાં ખ્યાલ આવ્યો કે શ્વાસનળીમાં લીકેજ થવાના કારણે બાળકના શરીરમાં હવા ભરાઈ હતી અને તેના કારણે જ બાળક ફૂટબોલના દડાની માફક ફૂલી ગયુ હતુ. પિડિયાટ્રીક વિભાગ દ્વારા બાળકની સર્જરી કરવામાં આવી અને તે સફળ રહેતા હાલ બાળક સ્વસ્થ છે. અને તેને રજા પણ આપી દેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

