કોરોના કાળમાં વાલીઓને રાહત આપવા અંકલેશ્વરની લાયન્સ ક્લબ સંચાલિત 3 શાળાઓએ વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની ફી માફ કરી

લાયન્સ ક્લબ સંચાલિત 3 શાળાના 4496 વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની ફી માફ કરી રાજ્યમાં પ્રથમ સ્કૂલ બની છે. અંદાજિત 1.20 કરોડ રૂપિયાની સ્કૂલ ફી માફ કરી હતી. માત્ર ટ્યૂશન ફી જ સંસ્થા લેવાની કરી જાહેરાત કરી હતી.કોરોના લોકડાઉન બાદ વાલીઓની હાલત કફોડી બની છે. કેટલીક શાળાઓએ સ્કૂલ ફી માટે દબાણો શરૂ કર્યા તો એક સ્કૂલે ટ્રાન્સપોર્ટેશન ફીની પણ માગણી કરી હતી. વિવાદ થયા બાદ નિર્ણય પરત ખેંચ્યો હતો ત્યારે નફાખોર શાળા સંચાલકોને તમાચા સમાન અંકલેશ્વર સ્થિત લાયન્સ ક્લબ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એરિયા સંચાલિત શાળા સંચાલકોના નિર્ણયથી અભ્યાસ કરતા બાળકોના વાલીઓને હાશકારો થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ધોરણ 10 સુધી ફી પણ શાળાએ ના લેવાનો વર્ષોથી નિર્ણય કર્યો છે

લાયન્સ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ, ગુજરાતી માધ્યમ સ્કૂલ અને લાયન્સ સીબીએસસી સ્કૂલમાં 4496 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. લાયન્સ સ્કૂલના સંચાલકોએ પોતાની સંચાલિત 3 શાળાના 4496 ની પ્રથમ સત્રની ફી માફ કરવાની જાહેરાત કરી છે. તેમણે વિદ્યાર્થીઓ પાસે પ્રથમ સત્રમાં માત્ર ટ્યૂશન ફી લેવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત શાળા સરકાર ફી વધારા અંગે પરિપત્ર આધારે માત્ર 6 % આગામી 3 વર્ષ સુધી વધારો નહિ કરી અંદાજિત 60 લાખનું વધારાનું ફીનું પણ ભારણ ટ્રસ્ટ પોતાના પર સ્વીકાર્યું હતું. ઉલ્લેખનિય છે કે, શાળા સંચાલક મંડળે આભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલી અકમસાત મોત નીપજે તો તે વિદ્યાર્થીની ધોરણ 10 સુધી ફી પણ શાળાએ ના લેવાનો વર્ષોથી નિર્ણય કર્યો છે.

જૂનથી નવેમ્બર સુધીના સત્રની ફી માફ કરી

છેલ્લા પાંચ મહિનાથી જે પરિસ્થિતિ છે એ જોતા લોકોને અને ખાસ કરીને લાયન્સ સ્કૂલમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓના વાલીઓને પણ ફી ભરવાની ચિંતા હતી જે દુર થાય એ માટે તમામ સભ્યોએ મળીને નિર્ણય લીધો છે. જુન થી નવેમ્બર સુધીના સત્રની ફી માફ કરી છે. શાળાના 4496 વિદ્યાર્થીઓને પ્રથમ સત્રની ફીમાંથી રાહત મળી છે. ન કરે નારાયણ પણ આ સમયગાળા દરમિયાન કોઈ વિદ્યાર્થીના પિતાનું જો મૃત્યુ થાય તો એ વિદ્યાર્થીનો ધો.10 સુધીનો તમામ ખર્ચ શાળા ઉઠાવશે. > જશું ચૌધરી, ચેરમેન, લાયન્સ સ્કૂલ, અંકલેશ્વર

રાજ્યમાં આ કદાચ પહેલી સ્કૂલ હશે

શાળા મેનેજમેન્ટે આજે જે બાળકો ફી માફીનો નિર્ણય લીધો છે જે રાજ્યમાં પહેલી સ્કૂલ હશે. આર્થિક સંક્ર્મણ વચ્ચે વાલીઓ માટે આ મહામુલા સમાચાર છે. > પ્રદીપ જાજરૂખીયા, વાલી

વાલીઓ જ નહીં બાળકોને પણ રાહત

શાળા મેનેજમેન્ટનો નિર્ણય વાલીઓ માટે ખુશીના સમાચાર છે કોરોનાના કઠિન સમયમાં શાળાના નિર્ણયથી વાલી જ નહિ બાળકોને પણ રાહત મળી છે. > ઉર્વશી સવાણી, વાલી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો