અમદાવાદની સીએન વિદ્યાલયના ધોરણ 5 અને 7ના 3 વિદ્યાર્થીનું ઇનોવેશન: દુનિયાના કોઈપણ ખૂણેથી પલ્સરેટ, હાર્ટબીટ, હાર્ટરેટ માપી શકતું ઈ-સ્ટેથોસ્કોપ બનાવ્યું

સીએન વિદ્યાલયમાં અભ્યાસ કરતાં ત્રણ બાળકોનાં બાને કોરોના થયો, પણ કોરોના પોઝિટિવ દર્દીથી ડોક્ટર પણ દૂર રહેતા હતા. ત્રણેય ભાઈ-બહેને આ પરિસ્થિતિમાં બાની તપાસ ડોક્ટર કરી શકે અને ડોક્ટરને પણ કંઈ થાય નહીં એવો આઇડિયા શોધવા લાગ્યાં. ત્રણેયે સ્માર્ટ ઇ-સ્ટેથોસ્કોપનો આઇડિયા પિતા સમક્ષ મૂક્યો. એટલું જ નહીં, પણ તેના પર કામ કરીને માત્ર રૂ. 1250માં ઇ-સ્ટેથોસ્કોપ તૈયાર કર્યું. આ ઇ-સ્ટેથોસ્કોપથી ડોક્ટર દુનિયાના કોઈપણ ખૂણેથી દર્દીના પલ્સરેટ, હાર્ટબીટ, હાર્ટરેટ અને હાર્ટની અપર અને લોઅર ચેમ્બર રિધમને પોતાના મોબાઇલમાં ચેક કરી શકે છે. આમ, આ ઇ-સ્ટેથોસ્કોપથી દર્દીની સારવાર ડોક્ટર આસાનીથી થાય છે અને એપ્લિકેશનની મદદથી ડોક્ટર 24 કલાક નજર રાખી શકે છે.

સી.એન. વિદ્યાલયના ધોરણ-7માં ભણતી સૃષ્ટિ અને ધોરણ-5માં ભણતાં વંદન અને બંસરીનાં બા કોરોના પોઝિટિવ હતાં. બાને હોમ ક્વોરન્ટીન કરાયાં હતાં. ડોક્ટર તેમને દૂરથી થર્મલ ગનથી ચેક કરતા હતા. આ જોઇને બાળકો ચિંતામાં મુકાયાં અને ડોક્ટર બાને કેમ તપાસતા નથી એવો પ્રશ્ન પિતા રૂપેશ વસાણીને કર્યો. પિતાએ સ્પષ્ટતા કરતાં બાળકો પોતાના આઇડિયા આપવા લાગ્યાં અને તેમાંથી ઇ-સ્ટેથોસ્કોપનો ઉદભવ થયો. બાળકોનો આઇડિયા એવો હતો કે ડોક્ટર પોતાની હોસ્પિટલથી બાની તપાસ કરે અને તેમની સારવાર કરી શકે. બાળકોના આઇડિયા અમલમાં મૂકી પિતા રૂપેશ વસાણીએ ઇ-સ્ટેથોસ્કોપ તૈયાર કરવામાં મદદ કરી. સૃષ્ટિએ કહ્યું, ડોક્ટર દર્દીને તપાસે ત્યારે જે જાણકારી મેળવે એ તમામ જાણકારી ઇ-સ્ટેથોસ્કોપથી મળે છે. ઇ-સ્ટેથોસ્કોપ દર્દી પાસે રહે અને ડોક્ટર મોબાઇલમાં દર્દીના પલ્સરેટ, હાર્ટબીટ, હાર્ટરેટ અને હાર્ટની અપર-લોઅર ચેમ્બરની રિધમને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામથી ચેક કરી શકે છે.

સામાન્ય સ્ટેથોસ્કોપમાં સેન્સર હોય છે, જે ઇકો જનરેટ કરીને ડોક્ટરના કાન સુધી પહોંચે છે. ઇ-સ્ટેથોસ્કોપમાં દર્દીના હાર્ટબીટ, પલ્સને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં કન્વર્ટ કરીને ઇન્ટરનેટથી ડોક્ટર મોબાઇલમાં લાઇવ ઇસીજી રિપોર્ટ સ્વરૂપે મેળવે છે. ઇ-સ્ટેથોસ્કોપમાં માઇક્રોફોન, ઇલેક્ટ્રો જનરેટ કન્વર્ટર, વાઇફાઇ મોડયુલ, ઇન્ટરનેટ મોડ્યુલનો ઉપયોગ કરાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો