કેનેડામાં કાર અકસ્માતમાં ભરૂચ જિલ્લાના ત્રણ વિદ્યાર્થીઓના મોત, સમગ્ર પરિવારમાં માતમ છવાયો

જંબુસરના રાણા સ્ટ્રીટ ખાતે રહેતો યુવાન એન્જિનીયરીંગનો અભ્યાસ કરવા કેનેડા ગયો હતો. જ્યાં હાલમાં તેને રજા હોઇ તેના અન્ય ત્રણ મિત્રો સાથે તે ફરવા માટે ગયો હતો. દરમિયાનમાં કેનેડાના મોંક્ટન પાસે તેમની કારને અકસ્માત નડતાં જંબુસરના યુવાનનું મોત નીપજ્યું હતું. ઉપરાંત તેની સાથેના બે મિત્રો પણ મોતને ભેંટ્યાં હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. જેમાં તેની સાથેના બન્ને મિત્રો ભરૂચ અને અંક્લેશ્વરના હોવાની પ્રાથમિક વિગતો સાંપડી રહી છે. જોકે તેમના મૃત્યુ અંગેના સત્તાવાર અહેવાલ હજી મળ્યાં નથી. જંબુસરમાં યુવકનું મોત થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.

આ ઘટનાની કોઇ સત્તાવાર પુષ્ટી મળી નથી

સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, જંબુસરના રાણા સ્ટ્રીટ ખાતે રહેતાં રાકેશભાઇ રાણાનો મોટો પુત્ર જૈનિશ એન્જિનિયરીંગના અભ્યાસ માટે એક વર્ષ પહેલાં કેનેડા ગયો હતો. જ્યાં તેઓ સેન્ટ જ્હોન વિસ્તારમાં રહેતો હતો. તેની સાથે ભરૂચના જ કુમાર, અભિષેક, હિતેશ, પલ્લવ તેમજ સોમીલ નામના અન્ય મિત્રો પણ રહેતાં હતાં. હાલમાં તેમને રજા હોઇ જૈનિશ, અભિષેક, હિતેશ તેમજ પલ્લવ ફરવા માટે નિકળ્યાં હતાં. તેઓ કારમાં જઇ રહ્યાં હતાં. તે વેળાં મોંક્ટન પાસે તેમની કારને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં જૈનિસનું ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યું હતું. જોકે ઘટનામાં જૈનિસ સાથે તેના અન્ય બે મિત્રોનું પણ મોત થયું હોવાની પ્રાથમિક વિગતો સાંપડી રહી છે. જોકે તેને કોઇ સત્તાવાર પુષ્ટી મળી નથી. જંબુસર ખાતે જૈમિનના પરિવારજનોને ઘટનાની જાણ થતાં તેઓના ઘરમાં શોકનું વાતાવરણ ફરી વળ્યું હતું. તેમના સંબંધીઓ તેમજ પરીચિતો દોડી આવ્યાં હતાં. પરિવારે તેમના સંતાનના મૃતદેહને પરત લાવવા માટેની કવાયત હાથ ધરી હતી. ઘટનામાં અંક્લેશ્વરનો હિતેશ તેમજ ભરૂચનો અન્ય એક યુવાન પણ મોતને ભેંટ્યો હોવાના પણ પ્રાથમિક અહેવાલ મળ્યાં છે. જોકે તેને કોઇ સત્તાવાર સમર્થન મળ્યું નથી.

જૈનિશ રાણાના પરિવારે વાત કરવાનું ટાળ્યું

જુવાનજોધ પુત્રને ગુમાવનાર રાણા પરિવારના ઘરમાં માતમ છવાયો હતો. અભ્યાસ કરવા માટે કેનેડા મોકલેલા પુત્ર જૈનિશના મોતના સમાચારથી પરિવાર પડી ભાંગ્યો હતો. દરમિયાનમાં પરિવારનો સંપર્ક કરવામાં આવતાં પરિવારે મામલામાં કોઇ પણ વાત કરવાનું ટાળી દીધું હતું.

મિત્રો સાથે ન ગયેલા કુમારનો આબાદ બચાવ

ભરૂચ, અંક્લેશ્વર અને જંબુસરના 6 યુવાનો કેનેડાના સેંટજ્હોન વિસ્તારમાં એક સાથે રહેતાં હતાં. રજામાં બહાર ફરવા જવાનું નક્કી થતાં જૈનિશ, અભિષેક, હિતેશ, પલ્લવ, તેમજ સોમીલ સાથે ફરવા માટે નિકળી ગયાં હતાં. જૈનિશ સાથે રહેતાં કુમાર નામના મિત્રએ તેમની સાથે જવાનું ટાળતાં તેનો આબાદ બચાવ થયો હતો.

જુલાઈમાં જેનિશે જીવન ટૂંકા અંગે એફબીમાં પોસ્ટ કરેલી

જંબુસરની રાણા સ્ટ્રીટમાં રહેતો અને કેનેડામાં અભ્યાસ અર્થે જઈ અકસ્માતમાં મોતને ભેટેલા જેનિશ રાણાએ જુલાઈની 14મીએ ફેસબુકમાં કાર પર સવાર હોય તેવા ફોટો સાથે પોસ્ટ અપલોડ કરી હતી જેમાં લખ્યુ હતું કે લાઈફ ઈઝ ટૂ શોર્ટ ફોર બેડ વાઈબ્સ(ખરાબ વિચારો માટે જીવન બહું ટૂંકુ છે). જેનિના પિતાને બે સંતાનો છે જેમાંથી નાનો દહેજમાં નોકરી કરે છે જ્યારે જેનિશ એન્જિનિયરિંગના અભ્યાસ અર્થે કેનેડા ગયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો