સૌરાષ્ટ્રમાં કોરોનાના નવા 3 પોઝિટિવ કેસ સામે આવ્યા, રાજકોટ(ગ્રામ્ય)માં 1, ગીર સોમનાથ-1, પોરબંદર-1 મળી 3 નવા પોઝિટિવ કેસ નોંધાયા
સૌરાષ્ટ્રમાં આજે 29 માર્ચે વધુ ત્રણ કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં ફ્રાન્સથી રાજકોટના મુંજકા આવેલા 36 વર્ષીય યુવક, વેરાવળમાં ગઇકાલે વૃદ્ધને પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો તેના પરિવારજન અને પોરબંદરમાં 48 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. પોરબંદર જિલ્લામાં પ્રથમ કેસ પોઝિટિવ આવતા લોકોમાં ભયનો માહોલ છે.
રાજકોટ શહેર બાદ ગ્રામ્ય પંથકમાં કોરોના પ્રસર્યો
રાજકોટમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા આકંડો 9 પર પહોંચ્યો છે. જ્યારે 500 લોકો ઓબ્ઝેર્વેશન હેઠળ છે. આજે 29 માર્ચે પોઝિટિવ કેસ આવ્યો તે યુવાન ફ્રાન્સથી આવ્યો હતો.આ યુવાન મુંજકા ગામનો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગળ મુંજકા ગામ આવેલું છે. હાલ સુધી શહેર પૂરતો કોરોના સિમિત હતો. પરંતુ ગ્રામ્ય પંથકમાં પોઝિટિવ કેસ આવતા મુંજકા ગામ આસપાસના ગામોમાં પણ ભયનો માહલો જોવા મળી રહ્યો છે.
કોરોના સામે ડિસઇન્ફેક્ટ કામગીરી
કોરોના સામે રક્ષણ મેળવવા રાજકોટમાં માધાપર ચોકડીથી સિવિલ હોસ્પિટલ સુધીના સમગ્ર રોડપર ફાયર ફાઇટરથી ડિસઇન્ફેક્ટની કામગીરી કરવામાં આવી હતી. મનપાની તમામ ટીપરવાન સહિતના વિવિધ સ્થળો પર છંટકાવ થઈ ગયો છે અને હજુ છંટકાવની પ્રક્રિયા ચાલુ છે તેવું મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંમરે ખેતરોમાં શિયાળુ પાકોની કામગીરી ચાલી રહી હોવાથી તેમજ પાકને રક્ષણ માટે ખેડૂતોને વાડીએ જવું પડે છે. પશુ આહાર લેવા જતા ખેડૂતોને સહકાર મળે તે માટે તેઓએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
13 કેસ નેગેટિવ આવ્યા
રાજકોટમાં અત્યાર સુધીમાં 109 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં શહેરમાં 77માંથી 8 પોઝિટિવ અને 69 નેગેટિવ કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્યમાં 19માં 18 નેગેટિવ અને 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. અન્ય જિલ્લાના 13માંથી 13 નેગેટિવ કેસ નોંધાયા છે. સરકારી હોસ્પિટલમાં 3 પોઝિટિવ અને ખાનગી હોસ્પિટલમાં 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટમાં 500 લોકો ઓબ્ઝેર્વેશન હેઠળ છે અને 989 લોકો ઓબ્ઝેર્વેશન બહાર છે.
રાજકોટમાં ડોક્ટરોએ હોસ્પિટલને પોતાનું ઘર બનાવ્યું
રાજકોટમાં ડોક્ટરોએ હોસ્પિટલને પોતાનું ઘર બનાવ્યું છે. રાજકોટમાં કોરોના દર્દીની સારવાર આપનાર ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ સિવિલ હોસ્પિટના કમાઉન્ડમાં આવેલી નર્સિંગ હોસ્ટેલમાં રહેશે. 100 ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ હોસ્પિટલની નર્સિંગ હોસ્પિટલમાં રહેશે. રાજકોટમાં રાત્રિ દરમિયાન લોકડાઉનનો નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો છે. જેમાં શહેરના રસ્તા સુમસામ ભાસી રહ્યા છે.
જાહેરમાં ક્રિકેટ રમતા 14 લોકો સામે ગુનો
કોરોના વાઇરસની મહામારીને લઇને લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરી જાહેરમાં ક્રિકેટ રમતા લોકો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. રાજકોટના યુનિવર્સિટી પોલીસે જાહેરમાં ક્રિકેટ રમતા 14 લોકોની અટકાયત કરી છે. આ તમામ લોકો વિરૂદ્ધ પોલીસે કમલ 269, 114 તેમજ જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધ્યો છે. તેમજ ભક્તિનગર પોલીસે જાહેરનામાનો ભંગ કરી બિન જરૂરી બહાર નીકળનાર ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં મરીન પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના મોટાભાગના ગામડા સજ્જડ બંધ છે.
પૂર્વ ધારાસભ્યએ જરૂરિયાતમંદ લોકોને અઢી લાખ રૂપિયાનો કરિયાણાનો સામાન વિતરણ કર્યો
લોકડાઉનના લીધે મજૂરી કામ કરતા લોકોનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે વેરાવળ તાલુકાના કાજલી ગામના વતની અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પરમાર અને જિલ્લા પંચાયતના સદસ્ય માનસિંહભાઇ પરમારના પરિવાર તરફથી કાજલી ગામમાં 5000થી વધુ વસ્તી ધરાવે છે અને 500 જેટલા ગામમાં ઘર છે. તમામ સમાજના લોકોને રાશનની કિટનું વિતરણ કર્યુ હતું અને અઢી લાખ રૂપિયાથી પણ વધુનો રાશનનો સામન સંપૂર્ણ ગામને આપ્યો હતો. જેમાં બટેટા 5 કિલો, તેલ 1 કિલો, બજારો 5 કિલો, ડુંગળી અઢી કિલો, ચણા 1 કિલો, ચોખા 5 કિલો સહિતની કિટ ગામ માં રહેતા તમામ ઘરોમાં આપવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

