અમદાવાદમાં કોરોનાના વધુ ત્રણ પોઝિટિવ કેસ, એકનું મોત, ગુજરાતમાં પોઝિટિવ કેસનો આંકડો 58એ પહોંચ્યો, મૃત્યુઆંક 5

ગઈકાલે(શનિવારે) રાજ્યમાં 55 પોઝિટિવ કેસો નોંધાયા હતા. ત્યારે આજે અમદાવાદમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ આવતા આંકડો 58 પર પહોચ્યો છે. ત્યારે આજે સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત નિપજ્યું છે. આ વ્યક્તિ ડાયાબિટીસની બીમારીથી પણ પીડાતો હતો. આજના મોત સાથે રાજ્યમાં કોરોનાથી મૃત્યુપામનારનો આંકડો 5 પર પહોંચ્યો છે.

ગુજરાતમાં આજે ત્રણ નવા પોઝિટિવ કેસ, કુલ પોઝિટિવ કેસની સંખ્યા 58 થઈ. નોંધનીય છે કે, અમદાવાદમાં કોરોનાના ત્રણ કેસ નોંધાયા તો કુલ પોઝિટિવ કેસની સંખ્યા 21 થઈ. આપને જણાવી દઇએ કે, રાજ્યમાં લગભગ 5 કરોડ લોકો સુધી પહોંચી આરોગ્ય વિભાગે કોરોનાનો સર્વે કર્યો. રાજ્યમાં 24 કલાકમાં કોરોન્ટાઈલનો ભંગ કરનાર 226 લોકો સામે પોલીસ કાર્યવાહી કરાઈ.

તંત્રએ જણાવ્યું હતું કે, 104 હેલ્પલાઈનમાં રોજના 20 હજાર જેટલાં કોલ આવે છે. રાજ્યના તમામ જિલ્લામાં બે COVID-19 હોસ્પિટલ શરૂ કરાશે

અત્યાર સુધી ગુજરાત રાજ્યમાં નોંધાયા છે 58 પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે સવારે 45 વર્ષીય વ્યકિતનું અમદાવાદમાં મોત નીપજ્યું છે. આ સાથે રાજ્યનો મૃત્યુઆંક 5 પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે મૃત્યુ પામનાર વ્યક્તિને ડાયાબિટીસ પણ હતો.

ગુજરાતમાં કુલ થયા આટલા કેસ

  • અમદાવાદ 18 કેસ (3ના મોત)
  • ગાંધીનગર 9 કેસ
  • વડોદરા 9 કેસ
  • રાજકોટ 8 કેસ
  • સુરત 7 કેસ (1નું મોત)
  • કચ્છ 1 કેસ
  • ભાવનગર 1 કેસ (1નું મોત)
  • ગીર સોમનાથ 1 કેસ
  • મહેસાણા 1 કેસ

મહિલા 2 દિવસમાં કોરોનાથી મૃત્યુ પામી, લોકોએ કબ્રસ્તાનમાં દફનાવવાનો વિરોધ કર્યો

અમદાવાદમાં કોરોના વાઈરસને કારણે આસ્ટોડિયાની 46 વર્ષની એક મહિલાનું મૃત્યુ થયું હતું. જ્યારે શનિવારે વધુ ત્રણ કેસ પોઝિટિવ આવ્યા હતા. આ મહિલાએ વિદેશ પ્રવાસ કર્યાની કોઈ હિસ્ટ્રી નથી. અર્થાત્ મહિલાને કોરોનાનો ચેપ સ્થાનિક સ્તરેથી જ લાગ્યો હોવાનું મનાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન હાલ મહિલાને ચેપ કેવી રીતે લાગ્યો તેની તપાસ કરી રહ્યું છે. મહિલાને 26 માર્ચે એસવીપીમાં દાખલ કરવામાં આવી હતી અને બે દિવસમાં જ તેનું મૃત્યુ થયું છે. શ્વાસ લેવામાં તકલીફને કારણે તરત વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. મહિલા હાયપર ટેન્શન અને ડાયાબિટીસથી પીડાતી હતી. શનિવારે જે ત્રણ પોઝિટિવ કેસ આવ્યા તેમના સંપર્કમાં આવેલા 40ને ક્વોરન્ટાઈનમાં મુકાયા છે.

આસ્ટોડિયાની મહિલાની દફનવિધિ બહેરામપુરાના છીપા કબ્રસ્તાનમાં કરવા ગયા ત્યારે ટોળા ભેગા થઈ ગયા હતા અને વિરોધ કર્યો હતો. અંતે મ્યુનિ.એ દાણીલીમડા ચાર રસ્તા પાસેના કબ્રસ્તાનમાં અંતિમવિધિ કરી હતી. દરમિયાન સરખેજના 70 વર્ષના પુરુષ સગાંની ખબર કાઢવા ઈન્દોર ગયા હતા ત્યાંથી આવ્યા પછી તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ગુલબાઈ ટેકરાનો 33 વર્ષનો યુવક અમેરિકાથી આવેલા મિત્રને મળ્યો હતો અને એ પછી શ્રીલંકાથી આવેલા તેના બે ભાગીદારને મળ્યો હતો.

દફનવિધિ માટે 10 ફૂટ કબર ખોદવામાં આવી

મહિલાની દફનવિધિ માટે 10 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. તેમજ તેના પરિવારજનોને પણ મહિલાના મૃત શરીર પાસે જવા દેવામાં આવ્યા ન હતા. તબીબો અને એસવીપી હોસ્પિટલના સ્ટાફના સભ્યો દ્વારા જ આ સંપૂર્ણ દફન વિધિ કરવામાં આવી હતી. તેમાં પણ મહિલાના મૃત શરીરને પ્લાસ્ટિકની બેગમાં લપેટીને લાવવામાં આવ્યું હતું. સાથે તે બેગમાં કેટલાક ચીજો એવી પણ મૂકવામાં આવી હતી જેથી તેનું બોડી જલદીથી ડીસ્પોઝ થઇ શકે. મહિલાના મૃત શરીરને 10 ફૂટ ઉંડા ખાડામાં ઉતાર્યા બાદ તેના પર માટી નાંખી દેવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો