રાજકોટમાં રાત્રે એકટીવા પર જતી યુવતી પર ઝીંઝરા ફેંકી છેડતી કરનારની સવારે પોલીસે કરી ધરપકડ, ત્રણેયની જાહેરમાં સરભરા કરી

24 કલાક લોકોની અવરજવરવાળા કાલાવડ રોડ પર ગત મોડી રાત્રે એક્ટિવા પર જતી યુવતીની કારમાં આવેલા ત્રણ શખ્સોએ પીછો કરી છેડતી કર્યાની ફરિયાદ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. જીજે 03 કેએચ 2978 નંબરની કારમાં ત્રણ શખ્સોએ જૂનાગઢ પંથકનીયુવતી પર ઝીંઝરા ફેંકીછેડતી કરતા જાગૃત નાગરીકે પોલીસને ફોન કરતા ઘટનાસ્થળે દોડી આવી હતી અને સીસીટીવીના આધારે ત્રણેય શખ્સોની ધરપકડ કરી લીધી હતી.

યુવતી પર ઝીંઝરા ફેકી અત્યારે છોકરીઓથી શું થાય છે? તેવી ધમકી આપી હતી

યુવતી રાત્રીના કોટેચા ચોકથી કેકેવી કરફ જતા રોડ ઉપરથી બહેનપણીઓ સાથે પોતાના ઘરે જતી ત્યારે સ્વિફ્ટ કારમાં આવેલા ત્રણેય શખ્સોએ યુવતીના એક્ટિવાને ઓવરટેઇક કરી હતી. બાદમાં ત્રણેય શખ્સોએ યુવતી પર ઝીંઝરા ફેંકી બીભત્સ ગાળો બોલી અત્યારે છોકરીઓથી શું થાય છે તેમ કહેતા કાર પૂરઝડપે ભગાવી મુકી હતી. આરોપીઓને સત્વરે પકડી પાડવા બદલ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કન્ટ્રોલ ઇન્ચાર્જને 2500 અને સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઇને 2500 તથા પીસીઆરના ફરજ પરના ત્રણ કર્મચારીઓને 2500-2500નું ઇનામ આપવાની જાહેરાત કરી છે.

કોટેચા ચોકથી કેકેવી હોલ ચોક સુધી પીછો કરી છેડતી કરી

ત્રણેય શખ્સોએ યુવતીની કોટેચા ચોકથી કેકેવી હોલ ચોક સુધી પીછો કરી છેડતી કરી હતી. તેમજ યુવતીને બીભત્સ ગાળો પણ આપી હતી. ભોગ બનનાર યુવતીએ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. માલવીયાનગર પોલીસે આઇવે પ્રોજેક્ટ હેઠળ સીસીટીવીના આધારે મોડી રાત્રે જ ત્રણેયશખ્સોની ધરપકડ કરી છે. પોલીસે સૈયદ સફીભાઇ જેઠવા, ઇમરાન ઇકબાલભાઇ શેખ અને ફેજલ રસીદખાન પઠાણની ધરપકડ કરી છે. તેમજ તેની પાસે રહેલી સ્વિફ્ટ કાર પણ કબ્જે કરી છે.પોલીસ આ ત્રણેયઆરોપીનું સરઘસ કાઢી ઘટનાસ્થળે લઇ જઇ કાયદાનું ભાન કરાવ્યું હતું.

યુવતી જૂનાગઢ પંથકની અને રાજકોટમાં રહી નોકરી કરે છે

ભોગ બનેલી યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે તે મૂળ જુનાગઢ પંથકની છે અન એમબીએનો અભ્યાસ કરી ચૂકી છે. હાલમાં રાજકોટ રહી પ્રાઇવેટ નોકરી કરે છે. હાલમાં તે જ્યાં રૂમ રાખીને રહતી હોય તે રૂમ ખાલી કરી બીજે રહેવા જવું હોય રાત્રે સવા અગિયારેક વાગ્યે એક રિક્ષામાં સામાન ભર્યો હતો અને એ રિક્ષામાં તેની બહેનપણીને બેસાડી હતી. સામાન સાથેની આ રિક્ષા કોટેચા ચોકથી ચાલતી થઇ હતી. પાછળ પાછળ યુવતી પોતાના ટુવ્હીલરમાં હતી. એ દરમિયાન એક સફેદ રંગની સ્વીફ્ટ કાર આવી હતી અને યુવતીને બહેનપણી જે રિક્ષામાં બેઠી હતી તેણી પર ચાલુ કારમાંથી એક શખ્સે જીંજરાના ફોતરા ફેંકી છેડતી કરી હતી. આથી તેણીએ એ શખ્સને આવું કરવાની ના પાડતાં એ શખ્સ અને સાથેના શખ્સોએ હદ વટાવી હતી અને વધુ છેડતી શરૂ કરી હતી. ન બોલાવના શબ્દો બોલી હેરાન કરવાનું શરૂ કર્યુ હતું.

યુવતીના ટુવ્હિરને ઠોકરે લેવાનો પ્રયાસ કર્યો હતો

પાછળ ટુવ્હીલર પર રહેલી બહેનપણીએ રિક્ષા નજીક પોતાનું વાહન લઇ કારમાં બેઠેલા શખ્સોને શા માટે આવું કરો છો? કહી ટપારતાં આ લુખ્ખાઓ તેની સામે થયા હતાં અને તેની પણ છેડતી કરી હતી. તેમજ તેના ટુવ્હીલરને કારની ઠોકરે લેવા પ્રયાસ કરી સતત ટર્ન માર્યા હતાં. આમ છતાં આ યુવતીએ હિમ્મત દાખવી હતી અને સામનો કર્યો હતો. પોતાના એક પરિચીતને ફોન કરી દીધો હતો. યુવતીઓને એકલી ભાળી લુખ્ખાઓને જાણે કોઇ ભય ન હોય તેમ સતત હેરાનગતી ચાલુ રાખી હતી. કોટેચા ચોકથી કેકેવી ચોક સુધી બંને બહેનપણીઓને હેરાન કરી હતી.

આરોપીમાં બે વિદ્યાર્થી અને ત્રીજો ટ્રાવેલ્સનો ધંધાર્થી

સોમવારે રાત્રે બે યુવતીની સરાજાહેર છેડતી કરવાના આરોપસર ઝડપાયેલો સૈયદ સફી જેઠવા હોમિયોપેથી કોલેજમાં અભ્યાસ કરે છે, ફૈઝલ રશીદખાન પઠાણ એમબીએનો વિદ્યાર્થી એમબીએનો વિદ્યાર્થી છે જ્યારે ઇમરાન ઇકબાલ શેખ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ચલાવે છે અને કાર લે વેચનું કામ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો