લેઉવા પટેલના રાજકોટના ૩ યુવાનોનું સાહસ

રાજકોટ ના લેઉવા પટેલ યુવાઓ એ ઉતરાખંડ ના રૂપીન પાસ માં ૧૫૩૫૦FTફૂટ ઉચાઈ નું સતત ૯ દિવસ નું ટ્રેકિંગ કરી ને “મા ભારતી” નો ધવ્જ લહેરાવ્યો ને વેકેશન નો આનદ માણ્યો.

અલગ અલગ રાજ્ય માંથી આવેલ ૧૯ યુવાન માંથી ગુજરાત ના માત્ર ૩ જ યુવાન અને એ પણ રાજકોટ ના લેઉવા પટેલ જ …

ઉનાળા ના વેકેશન ના સમયગાળા માં લોકો અલગ અલગ જગ્યાએ જઈ ને વેકેશન નો આનદ માણતા હોઈ છે. તેમાય ખાસ કરી ને અત્યાર ના યુવાનો માં ફરવાનું મહત્વ ખુબ જ વધ્યું છે. ફરવાના સ્થળો માં ટ્રેકિંગ, હિલ સ્ટેશન, વગેરે જેવા અનેક સ્થોળો પર લોકો જતા હોઈ છે. ખાસ કરી ને યુવાનો ટ્રેકિંગ પર જવાનું વધારે પસંદ કરતા હોઈ છે, ટ્રેકિંગ ના વિવિધ સ્થળો જેવા કે હિમાલય, લેહ -લડાખ, મનાલી અને ઉતરાખંડ જેવા સ્થળો ને પસંદ કરતા હોઈ છે.
વેકેશન ના સમયગાળા દરમ્યાન અલગ અલગ ગ્રુપો દ્વારા યુવાનો માટે ખાસ કરી ને ટ્રેકિંગ કેમ્પ નું આયોજન કરવામાં આવે છે તેમાં બેંગ્લોર ના ઇન્ડિયન હાઈકસ – ઇન્ડિયન ટ્રેકિંગ કોમ્યુનીટી દ્વારા ઉતરાખંડ માં રૂપીનપાસ માં ટ્રેકિંગ કેમ્પ નું આયોજન થયું હતું.

આ કેમ્પ માં કલકતા, હૈદરાબાદ,મુંબઈ,બેંગ્લોર અને ગુજરાત જેવા રાજ્યો ના કુલ ૧૯ યુવાનો એ ભાગ લીધો હતો જેમાં ગુજરાત રાજ્ય ના માત્ર ૩ યુવાનો અને એ પણ રાજકોટ ના જ. જેમાં હાર્દિક સીદપરા ઉમર વર્ષ – ૨૩, અંકિત સાવલિયા ઉમર વર્ષ – ૨૫, અને અંકિત વસોયા ઉમર વર્ષ – ૨૩ એ ઉતરાખંડ ના દુર્ગમ ગણાતા રૂપીન પાસ ની ૧૫૩૫૦ ફૂટની ઉંચાઈ સફળ ટ્રેકિંગ કરી ને સર કરી હતી.પગપાળા ટ્રેકિંગ સાથે પહાડો અને ઝરણાઓ વટાવી સતત ૯ દિવસ, દિવસે ૫ થી ૧૦cc અને રાત્રે માઈનસ દસ ડીગ્રી હાડ ધ્રુજ્વતી ઠંડી માં અનેક કસ્ટો વેઠી ને ઈલેક્ટ્રીસીટી અને નેટવર્ક વગર આ યુવાનો એ રૂપીન પાસ શિખર સર કર્યું ત્યાં “માં ભારતી” ના ધ્વજ ને લહેરાવ્યો હતો. જેમાં તેઓ એ બરફ પર ચાલવા માટે માઈક્રો સ્પાઈકસ અને ટ્રેકિંગ પોલ નો ઉપયોગ કર્યો હતો.

માં ખોડલ પર અનન્ય શ્રદ્ધા રાખતા આ ત્રણેય લેઉવા પટેલ યુવાનો ખોડલધામ વિદ્યાર્થી સમિતિ માં પણ તાજેતર માં જ જોડાશે.

રંગીલા રાજકોટ ના રંગીલા યુવાનો એ રૂપીન પાસ માં ૧૫૩૫૦ ફૂટ ઉચાઇ નું ટ્રેકિંગ કરી ને રાજકોટ ની રંગીન્મય યશકલગી માં એક નવીનતમ રંગ પુરીયો હતો.

આ રેકોર્ડ ને સર કરવા બદલ રાજકોટ ના આ યુવાનો ને ચોમેરે થી તેમના મોબઈલ નંબર પર હાર્દિક સીદપરા – મો ૯૬૦૧૫૫૫૫૫૯. અંકિત સાવલિયા મો -૯૭૨૪૫૫૫૮૦૦,અંકિત વસોયા મો-૭૪૦૫૪૨૦૯૪૪. પર શુભેચ્છાઓ વર્ષી રહી છે.

અહેવાલ – હાર્દિક સોરઠીયા..

 

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો