ભાવનગરમાં પિતાની છત્રછાયાથી વંચિત 281 લાડકડીના સમૂહલગ્ન સંપન્ન, 10 મુસ્લિમ દીકરી પણ સામેલ

ગૌલોકવાસી મુક્તાબેન દિનેશભાઈ લખાણી પ્રેરિત તથા ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ મારુતિ ઇમ્પેક્સના દિનેશભાઈ લખાણી અને સુરેશભાઈ લખાણી ભોજપરાવાળા પરિવાર દ્વારા રવિવારે ભાવનગરના જવાહર મેદાનમાં પિતાની છત્રછાયાથી વંચિત હિન્દુ, મુસ્લિમ સહિત સર્વ જ્ઞાતિઓના યુગલોનો જાજરમાન માહોલમાં આતશબાજી સાથે ભવ્ય સમૂહ લગ્ન સમારોહ ‘લાડકડી’ શીર્ષક તળે યોજાઇ ગયો, જેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઇ માંડવિયા, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, રાજકીય અને હીરા ઉદ્યોગ સહિતના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. પિતાની છત્રછાયાથી વંચિત અને આર્થિક રીતે જરૂરિયાતમંદ કન્યાઅો માટેના આ સમૂહ લગ્નોત્સવમાં જોડાયેલી કન્યાઓને કોઇ બાબતે ઓછુ ન આવે તેવા ભભકાદાર માહોલમાં આ લગ્નોત્સવ યોજાયો હતો. આ લગ્નોત્સવની સફળતા માટે ભાઇબીજથી આજ સુધી સતત 10 દિવસ રાત દિવસ જોયા વગર કુલ મળી 4000 સ્વયંસેવકોની કુલ 38 ટીમે અવિરત જહેમત ઉઠાવી કોઇ અનિચ્છનીય બનાવ વગર આ ઐતિહાસિક સમારોહ પૂર્ણ થતા વ્યવસ્થાપનનો એક શ્રેષ્ઠતમ દાખલો પૂરો પાડ્યો હતો.

દીકરીઓને કરિયાવરમાં ફ્રીજ, વોશિંગ મશીન સહિત 9 વસ્તુઓ

સરકારી યોજનાઓ જેવી કે સપ્તપદીના સાત ફેરા સમૂહ લગ્ન યોજના અને કુંવરબાઇના મામેરાના લાભ મળે તેવી વ્યવસ્થા પણ કરાઈ

લાડકડી શિર્ષક તળે ગૌધુલિક સમયે જવાહરમેદાનમાં યોજાયેલા આ સમુહલગ્નોત્સવ અનેક રીતે નવતર બની રહેશે. પિતાની છત્રછાયાથી વંચિત અને આર્થિક રીતે જરૂરીયાતમંદ કન્યાઓને જ આ સમૂહ લગ્નોત્સવમાં સામેલ કરાઇ છે. સમુહલગ્નમાં જોડાનાર કન્યાઓને કોઇ બાબતે ઓછુ ન આવે તેવા ભભકાદાર માહોલમાં આ લગ્નોત્સવ યોજાયા છે. જે માટે જવાહરમેદાનમાં ચિત્તાકર્ષક સુશોભન શણગાર કરાયો છે. આ સમુહ લગ્નોત્સવમાં લગ્નગ્રંથીથી જોડાનારી દીકરીઓ માટે ગઈકાલે ઓમ પાર્ટી પ્લોટ, ચિત્રા ખાતે મહેંદી રસમ યોજાઇ હતી તેમજ લાડકડીઓના પરિવારજનો માટે દાંડીયારાસ રાખવામાં આવ્યાં હતા. આયોજક પરિવાર દ્વારા કન્યાઓને તેમની ચોઇસ મુજબની જીવન જરૂરિયાતની ગૃહઉપયોગી અનેક ચીજવસ્તુઓ કરીયાવર સ્વરૂપે અપાઇ છે. તે ઉપરાંત સરકારી યોજનાઓ જેવી કે સપ્તપદીના સાત ફેરા સમૂહ લગ્ન યોજના અને કુંવરબાઇના મામેરાના લાભ મળે તેવી વ્યવસ્થા પણ કરાઈ છે.

મુસ્લિમ સમાજની 10 દીકરીઓના પણ લગ્ન, દીકરીઓને ઓછુ ન લાગે તે માટે પાર્ટી પ્લોટને વૈભવી શણગાર

સીએમ સહિત ઉદ્યોગપતિઓ, સંતો હાજર

ભાવેણાના આંગણે આ અદ્વિતીય બની રહેનારા સર્વજ્ઞાતિય સમુહલગ્ન સમારોહમાં નવદંપતીઓને આશીર્વચન આપવા મહામંડલેશ્વર સ્વામી સ્વરૂપાનંદજી, એચ.જી. કુંડલકૃષ્ણપ્રભુજી, દીદીમા ઋતુંભરાજી ઉપસ્થિત રહેશે. આ અવસરે કર્ણાટકનાં રાજ્યપાલ વજુભાઇ વાળા, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, હિરા ઉદ્યોગના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, રાજકીય અને સામાજિક મહાનુભાવો સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કરિયાવરનું લિસ્ટ

-રેફ્રિજરેટર
-વોશિંગ મશીન
-એર કૂલર

-12 જોડી કપડા
-સ્ટીલનો પલંગ
-બ્લેન્ડર

-સ્ટીલનો કબાટ
-ખુરશી નંગ-6

-પંખા
-ટીપોઇ

મનસુખ માંડવીયા, જીતુ વાઘાણી સાથે રૂપાણી

108નો લક્ષ્યાંક હતો પણ સંખ્યા 281ને આંબી !

ગત વર્ષે સુરતમાં યોજાયેલા સમૂહ લગ્નોત્સવ બાદ ભાવનગરમાં પણ સર્વ જ્ઞાતિય સમુહલગ્નોત્સવ યોજવાનું નક્કી કરાતા તેમાં 108 લગ્નના લક્ષ્યાંક કરતા વધારે ફોર્મ વિતરીત થતા આયોજકો દ્વારા લક્ષ્યાંક કરતા અઢી ગણાથી વધુ દિકરીઓને આવરી લેવાઇ છે.

મુસ્લિમ સમાજની 10 દીકરીઓ પણ સામેલ

આ સર્વજ્ઞાતિય સમુહલગ્નોત્સવમાં મુસ્લિમ સમાજના 10 યુગલોનો પણ સમાવેશ થાય છે. મુસ્લિમ સમાજની આ 10 દીકરીઓની નિકાહવિધિ (લગ્ન) સંપૂર્ણપણે તેઓના પરંપરાગત રીતરિવાજ મુજબ જ કરવામાં આવશે.

શક્તિસિંહ ગોહિલ સાથે પરેશ ધાનાણી

સમૂહ લગ્નનું સવિશેષ

– જવાહરમેદાનને નવોઢાની જેમ ચોતરફ ચિત્તાકર્ષક સુશોભન શણગાર
– વૈભવી પાર્ટી પ્લોટના માહોલમાં સમુહલગ્નોત્સવમાં મનોહર ચોરીમંડપ

-નવદંપતિઓ અને મહેમાનો માટે અલગ અલગ બેઠક વ્યવસ્થા
-લગ્નગીતો તેમજ કન્યાઓ માટે બ્યુટીપાર્લરની ખાસ વ્યવસ્થા
– મેગા રક્તદાન કેમ્પ, જેમાં 1000 બોટલ રક્તનો ટાર્ગેટ

આવા ઉમદા કાર્યને એક લાઈક અને શેર કરીને વધાવજો…

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો