PM મોદીના કાર્યક્રમમાં ભીડ એકઠી કરવા 2800 સરકારી બસ ઉપયોગમાં લેવાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. 20 એપ્રિલના રોજ દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અલગ-અલગ વિકાસના કાર્યોના લોકાર્પણ કરશે. તો સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંચમહાલના 239 કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે અને દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે તે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી કરવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરી દેવામાં આવી છે. તો બીજી તરફ મિટિંગોનો દોર પણ શરૂ થઇ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં લોકોની હાજરી રહે એટલા માટે પંચમહાલ, મહિસાગર, દાહોદ અને છોટાઉદેપુર સહિત અલગ-અલગ જિલ્લાઓમાંથી લોકોને કાર્યક્રમ સ્થળ પર લાવવા માટે રાજ્યના અલગ અલગ બસ ડેપોથી 2800 બસો ફાળવવામાં આવી છે.

મહત્વની વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે 2800 જેટલી સરકારી બસો ફાળવી દેવામાં આવી છે. પરંતુ આટલી વધારે 200 માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે ફાળવવામાં આવી હોવાના કારણે રાજ્યના અનેક રૂટ પર લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

તો બીજી તરફ એવી પણ માહિતી મળી રહી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ દાહોદમાં હોવાના કારણે પંચમહાલના ભાજપના સંગઠનને આ કાર્યક્રમમાં 1.50 લાખ કાર્યકરોનું એકઠા કરવા માટેનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં લોકોને એકઠા કરવા માટે નેતાઓ દ્વારા વિધાનસભા દીઠ મિટિંગો શરૂ કરવામાં આવી છે અને દાહોદમાં લઈ જવા માટે કાર્યકર્તાઓ ના નામની યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે.

મહત્વની વાત છે કે, અત્યાર સુધીમાં 80 હજાર જેટલા નામોની યાદી મોબાઈલ નંબર સાથે ભાજપના આગેવાનોએ પ્રદેશ કક્ષાએ મોકલી આપી હોવાની માહિતી પણ મળી રહી છે. તો બીજી તરફ જિલ્લા ભાજપ પ્રમુખનો દાવો છે કે, એક લાખ કરતા વધુ કાર્યકર્તાઓ દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં જશે.

મહત્વની વાત છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદથી પંચમહાલના 239 કરોડના 6 જેટલા કામોનું લોકાર્પણ કરશે. જેમાં જિલ્લાના 426 ગામોમાં 75.24 કરોડો રૂપિયાના ખર્ચે બનેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ થશે. આ ઉપરાંત કાલોલમાં 22.99 કરોડના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટર યોજના અને પાવાગઢ ખાતે 53.72 કરોડના ખર્ચે બનેલા નવીન પગથિયા સહિતના કામોનું પણ લોકાર્પણ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો