કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં ગુજરાતનો જવાન શહીદ, કોરોનાને કારણે લગ્ન થયા હતા સ્થગિત

એકબાજુ દેશ કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે. તેવામાં હજુ પણ જમ્મુ-કાશ્મીરમાં ભારતીય જવાનો આતંકવાદીઓ સામે લડી રહ્યા છે. તેવામાં આજે જમ્મુ-કાશ્મીરનાં સોપોરમાં આતંકવાદીઓ સીઆરપીએફનાં જવાનો પર હુમલો કરી દીધો હતો. આ આતંકવાદી હુમલામાં સીઆરપીએફનાં 3 જવાનો શહીદ થયા હતા. જેમાંથી એક જવાન ગુજરાતનો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

જમ્મુના સોપોરમાં સુરક્ષા જવાનો પર ઘાત લગાવીને બેસેલાં આતંકવાદીઓએ એકાએક હુમલો કરી દીધો હતી. જવાનો કાંઈ સમજે તે પહેલાં જ તેમના પર ધડાધડ ગોળીબાર શરૂ થઈ ગયો હતો. આ હુમલામાં ભારતીય જવાનોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પણ ત્યાં ત્રણ જવાનો મૃ઼ત પામ્યા હતા. તેમાંથી સાબરકાંઠાના 28 વર્ષીય જવાન સત્યપાલસિંહ પરમાર પણ વીરગતિને પામ્યા હતા.

શહીદ થયેલા CRPFના જવાનોમાં ગુજરાતના સાબરકાંઠાના સત્યપાલસિંહ પરમાર(28), મહારાષ્ટ્રના સી.બી.ભાકરે(38) અને બિહારના વૈશાલીના 42 વર્ષીય રાજીવ શર્માનો સમાવેશ થાય છે. આ હુમલામાં જાવેદ અહેમદ અને વિશ્વજીત ઘોષ નામના સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા.

આ હુમલામાં જાવેદ અહેમદ અને વિશ્વજીત ઘોષ નામના સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. બન્નેને ગોળી વાગી છે. ત્યારબાદ તેમને ઇલાજ માટે હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. આ પહેલા શુક્રવારે પણ આતંકવાદીઓએ જમ્મૂ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં નેવામાં સુરક્ષાદળો પર હુમલો કર્યો હતો. તેમાં પોલીસ અને CRPFના સંયુક્ત કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં એક CRPF જવાન ઘાયલ થયો હતો જેના પગમાં ગોળી વાગી હતી. આતંકવાદીઓને ઘુસાડવા માટે પાકિસ્તાન લગાતાર સીઝફાયરનું ઉલ્લંઘન કરે છે. એક દિવસ પહેલા જ આર્મી ચીફ જનરલ નરવણેએ કહ્યું હતું કે પાકિસ્તાન હજુ ટેરર એક્સપોર્ટમાં વ્યસ્ત છે જ્યારે ભારત સહિત આખું વિશ્વ કોરોના સામે લડી રહ્યું છે.

28 વર્ષીય સત્યપાલ બચુસિંહ પરમાર સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના ઝાલાની મુવાડી ગામના રહેવાસી હતા. તેઓ સીઆરપીએફમાં છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવતાં હતા. આ વર્ષે જ તેઓનાં લગ્ન લેવાના હતા. પણ કોરોનાને કારણે લગ્ન સ્થગિત કરી દેવામાં આવ્યા હતા. પણ તે વચ્ચે તો જવાન શહીદ થવાના સમાચાર આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો