પારકી દીકરીઓને પોતાની કરનાર મહેશભાઈ સવાણી દ્વારા વધુ 251 દીકરીઓના લગ્ન યોજાયા

સુરતઃ પારકી દીકરીઓને પોતાની કરનાર મહેશભાઈ સવાણી દ્વારા વધુ 251 દીકરીઓના લગ્ન યોજાયા છે. ગત રોજ જનનીધામનું ભૂમિપૂજન અને બે એચઆઈવી પોઝિટીવ દીકરીઓના એન્ગેજમેન્ટ કરવામાં આવ્યા હતા. આ સમૂહ લગ્નમાં નવો ચિલો ચિતરવા આવ્યો છે. જેમાં દુલ્હાની જેમ દુલ્હનની એન્ટ્રી થઈ હતી અને મંડપમાં તેનું પૂજન પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.

સુરતમાં પિતાવિહોણી 251 દીકરીઓના સમૂહ લગ્નઃ

નિકાહ, ખ્રીસ્તી લગ્ન સાથે હિન્દુ લગ્ન

પી.પી. સવાણી ગ્રુપ અને મોવલીયા ગ્રુપ દ્વારા આયોજીત પારેવડી સમૂહ લગ્નમાં પાંચ મુસ્લિમ, એક ખ્રીસ્તી સહિતની પિતા વિહોણી હિન્દુ દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવવામાં આવ્યા છે. પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામા ખાતે આ તમામ દીકરીઓના સમૂહ લગ્ન યોજવામાં આવ્યા છએ. આ સમૂહ લગ્નમાં ગુજરાત જ નહીં મધ્યપ્રદેશ, ઉતરપ્રદેશ અને રાજસ્થાન સહિત હૈદરાબાદની દીકરીઓના પણ લગ્ન યોજાયા છે.

પારકી દીકરીઓને પોતાની કરનાર મહેશભાઈ સવાણી દ્વારા વધુ 251 દીકરીઓના લગ્ન યોજાયા

તમામ વ્યવસ્થા માટે ચારેક હજાર સ્વંયસેવકો

લગ્નની તમામ જવાબદારીઓ અલગ અલગ સોંપવામાં આવી છે. સવાણી ગ્રુપના 2 હજાર જેટલા સ્વયંસેવકો રસોડા સહિતની જવાબદારીઓ ઉઠાવી છે. સાથે અન્ય ગ્રુપના એક હજાર લોકો ટ્રાફિકની જવાબદારીનું વહન કર્યું છે. સાથે મોવલીયા ગ્રુપના લોકો સ્ટેજનાં સંચાલનની જવાબદારીઓ નિભાવી છે.

સમૂહ લગ્નમાં નવો ચિલો ચિતરવા આવ્યો

દીકરીઓનું મંડપમાં પૂજન

સમૂહ લગ્નમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ નવો ચિલો ચાતરવામાં આવ્યો છે. આ વર્ષે દીકરીઓનું સન્માન તેમના પૂજન દ્વારા બેટી બચાવો બેટી વધાવોનું સુત્ર સાર્થક કરવામાં આવ્યું છે. દીકરીઓનું મંડપમનાં દુલ્હાની જેમ સ્વાગત થયું છે. અને અહીં તેમનું તેમના સાસુ સસરા દ્વારા પૂજન કરવામાં આવ્યું છે.

દુલ્હાની જેમ દુલ્હનની એન્ટ્રી થઈ હતી અને મંડપમાં તેનું પૂજન પરિવાર દ્વારા કરવામાં આવ્યું


અત્યાર સુધીમાં 2123 દીકરીઓ દત્તક લીધી

પી.પી.સવાણી ગ્રુપ દ્વારા છેલ્લાં પાંચ વર્ષથી નાતજાતના ભેદભાવ વગર પારકી દીકરીઓને પોતાની સમજી લગ્ન કરાવાય છે. વિવાહના પાંચ ફેરાથી સન 2012માં દીકરીઓના લગ્ન કરાવવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ સંબંધ ભવોભવના, લાગણીના વાવેતર, સંવેદના અને દીકરી દિલનો દીવો જેવા પ્રસંગો સાકાર કરાયા. અત્યાર સુધીમાં 2123 દીકરીઓ દત્તક લીધી છે. તે સિવાય 62 એચઆઈવી પોઝીટીવ અને 7 કચરાપેટીમાંથી મળેલી દીકરીઓ પાસે રાખી ઉછેર કરે છે.

નિકાહ, ખ્રીસ્તી લગ્ન સાથે હિન્દુ લગ્ન
તમામ વ્યવસ્થા માટે ચારેક હજાર સ્વંયસેવકો

 

અત્યાર સુધીમાં 2123 દીકરીઓ દત્તક લીધી

પારેવડી લગ્નપ્રસંગની દેશ-વિદેશ માં નોંધ લેવાણી

સૌજન્ય: દિવ્યભાસ્કર

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો