સુરતનો 25 વર્ષીય યુવક સૂસાઇડ નોટ લખીને બે દિવસથી ગુમ, કારણ જાણીને લાગશે ઝાટકો

સુરતના (surat) મોટા વરાછા વિસ્તારમાં રહેતો અને જમીન દલાલીની કરતો એક યુવાન છેલ્લા બે દિવસથી ગુમ છે. જોકે ગુમ થયા પહેલા આ યુવાને સૂસાઇડ નોટ લખી છે. જેમાં તેને પૈસા અંગે ત્રાસ આપવામાં આવતો હતો. જોકે પરિવાર આ સૂસાઇડ નોટ (suicide note) લઇને પોલીસ (Police) પાસે જવા છતાંય પોલીસ આ યુવાનના પરિવારની ફરિયાદ નહીં લેતા પરિવારની મુશ્કેલીમાં સતત વધારો થઇ રહ્યો છે.

વ્યાજખોરના ત્રાસના લીધે આપઘાતની ઘટના સતત સામે આવતા સરકારે હાલમાં એક કાયદો બનાવ્યો છે કે વ્યાજનો વેપાર કરતા લોકો 1.5 ટકા કરતા વધુ વ્યાજ નહીં લઈએ શકે. પરંતુ પોલીસ આવા વ્યાજ ખોર સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. છતાંય પોલીસ કઈ નથી કરતી તેને લઇને આવા તતવો બેફામ બનતા હોય છે ત્યારે તાજેતરમાં પોલીસ ની આવી નબળી કામગીરી સામે આવી છે.

સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને જમીન દલાલીનું કામ કરતા 25 વર્ષીય જીગ્નેશ મોહનભાઈ ધામેલીયા જમીનના વેપારમાં રૂપિયાને લઇને મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે રૂપિયા લેવા વાળા તેમને માનસિક હેરાન કરતા હતા. જેને લઇને ગુરુવારના રોજ એક સૂસાઇડ નોટ લખીને તે ઘર છોડીને જતા રહ્યા હતા.

જોકે પરિવારને ઘરમાંથી એક સૂસાઇડ નોટ મળતા તે તાતકાલિક અમરોલી પોલીસ (Amaroli police) મથકે દોડી ગયા હતા અને તેમને રૂપિયા આપવાના છે. તે લોકોહરાન કરવા સાથે સૂસાઇડ નોટ બતાવી હતી.આ પણ વાંચોઃ-શું રંગીલા રાજકોટમાં દોડશે મેટ્રો ટ્રેન ? સર્વે માટે એક કરોડના બજેટની જોગવાઈ

પણ પોલીસના પેટનું પાણી હલ્યું નહીં. આ પરિવાર ન્યાય માટે છેલ્લા બે દિવસથી પોલીસ સ્ટેશનના ચક્કર કાપે છે. પણ તેમને ન્યાય નથી મળતો અને તેમની ફરિયાદ પોલીસ લેતી પણ નથી. ત્યારે હવે આ પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે અને તેમના પરિવારનો આ યુવાન ક્યાં છે તે બાબતે તેમની ચિંતા વધી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો