કોરોનાના ખોફની વચ્ચે ઈરાનમાં ફસાયેલા 234 ભારતીયોની વતન વાપસી, નાગરિકોએ દરેકનો આભાર માન્યો

બહુ ખરાબ રીતે કોરોના વાયરસનો માર ઝીલી રહેલા ઇરાનમાં ફસાયેલા 234 ભારતીયોને ભારત લઇ આવ્યા છે. વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે આ જથ્થામાં 131 સ્ટુડન્ટ અને 103 તીર્થ યાત્રી સામેલ છે. જયશંકરે તેના માટે ઇરાન સરકાર અને ભારતીય દૂતાવાસને ધન્યવાદ કહ્યું છે. ઇરાનથ વિમાન દિલ્હી પહોંચ્યું અને અહીંથી ફરી જેસલમેર માટે રવાના થયા. આર્મીના આઇસોલેશન વોર્ડમાં તમામ આવનારાઓનું સ્ક્રીનિંગ કરાશે અને ત્યારબાદ જેસલમેરના ક્વેરંટાઇન રખાશે. શુક્રવારના રોજ 44 યાત્રીઓનો એક જથ્થો ઇરાનથી ભારત આવી ગયો હતો.

ઇરાનથી 58 પેસેન્જરનો પહેલો જથ્થો મંગળવારના રોજ ભારત આવ્યો હતો. ઇરાનમાં શનિવારના રોજ આ ખતરનાક વાયરસથી લગભગ 100 લોકોના મોત થયા. તેની સાથે જ ત્યાંનો આંકડો 700ની આસપાસ પહોંચી ગયો છે. દેશમાં લગભગ 13000 લોકો કોરોનાથી સંક્રમિત છે. પશ્ચિમ એશિયામાં ઇરાન કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત થયો છે.

ઇરાનના કેટલાંક વરિષ્ઠ અધિકારી પણ તેની ઝપટમાં આવી ગયા છે. ઇરાનના ટોચના નેતા ખોમૈનીના સલાહકાર પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. આની પહેલાં કોરોના વાયરસના લીધે આંતરરાષ્ટ્રીય ઉડાનો પર બે સપ્તાહ માટે પ્રતિબંધ મૂકી દેવાયો છે. ખાડી દેશો પણ દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસની ઝપટમાં છે.

દપનિયાભરમાં 1,50,000થી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. સાઉદી અરબના નજીકના દેશ ઇરાનમાં સૌથી વધુ લોકો કોરોના વાયરસ સંક્રમિત છે. ઇરાનમાં 13,000થી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમાં 700 લોકોના મોત થઇ ચૂકયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો