સુરતમાં બિસ્કિટની લાલચ આપી 22 વર્ષીય નરાધમે 4 વર્ષની બાળકી પર ગુજાર્યો બળાત્કાર

સુરત શહેરમાં નાની બાળકીઓ સુરક્ષિત નથી. ડિંડોલી વિસ્તારમાં સાડા ચાર વર્ષની બાળકીને બિસ્કિટની લાલચ આપી 22 વર્ષીય નરાધમે તેની સાથે નવનિર્મિત્ત મકાનના બાથરૂમમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચાર્યું હતું. માતા-પિતાએ પોલીસ ફરિયાદ કરતા નરાધમ આરોપીની ડિંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે.

ડિંડોલી વિસ્તારમાં રહેતી સાડા ચાર વર્ષની બાળકી સાથે કલરકામ કરતા યુવકે બિસ્કિટની લાલચ આપીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીને બાળકીના પિતા મારવારના હતા પરંતુ બાળકીના કાકાએ પોલીસ ફરિયાદ કરવાનું કહેતા ગુનો નોંધાવ્યો હતો. ડિંડોલી પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર ડિંડોલીની એક શ્રમિક પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની ઉપરાંત બે દીકરીઓ અને માતા છે. મોટી દીકરી સાડા ચાર વર્ષની છે. દીકરી સાથે જે સોસાયટીમાં રહે છે ત્યાં એક મકાનમાં કલરકામ ચાલે છે. બુધવારે સવારે ભોગ બનનાર બાળકી ઘર પાસે રમતી હતી. ત્યારે કલરકામ કરનારે બાળકીને બિસ્કિટ ખવડાવવાની લાલચ આપીને તેને નવનિર્મિત્ત મકાનના બાથરૂમમાં લઈ ગયો હતો. ત્યાર બાદ બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો.

સમગ્ર હકીકત ત્યારે બહાર આવી જ્યારે બાળકી દુખાવો થતા તે રડવા લાગી હતી. તેથી આરોપીએ તેનીને છોડી મુકી હતી. બાળકીએ ઘરે આવીને દાદીને આ વાત કરી હતી. ત્યાર બાદ રાત્રે તેના પિતા કામ પરથી પરત ફર્યો ત્યારે બાળકીએ તેના પિતાને કહ્યું કે, કલરકામ કરનાર ગંદા અંકલે બિસ્કિટ આપવાનું કહીને બાથરૂમમાં લઈ જઈ તેની સાથે ગંદુ-ગંદુ કરવા લાગ્યો હતો. ગુરુવારે સવારે કલરકામ કરનાર આરોપી આવતા ગોલુ રામમિલન શ્રીકુમાર યાદવ (રહે. જગદંબા નગર,ડિંડોલી) આવતા બાળકીના પિતાએ તેને મારવા માટે નિકળ્યા હતા. પરંતુ તેમના ભાઈએ તેમને રોકીને ફરિયાદ કરવાનું કહેતા તેઓએ ગોલુ વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી ગોલુની ધરપકડ કરી તેને કોર્ટમાં મોકલી તેના રિમાન્ડ મેળવી તેના વિરુદ્ધ પૂરતા પુરાવા મૂકી તેને કડકમાં કડક સજા થાય અને સમાજમાં આવા નરાધમો માટે એક દાખલો બેસાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો