18 મહિનાની કોરોના પોઝિટિવ બાળકી સાથે 20 દિવસ રહેવા છતાં માતાને ન લાગ્યો ચેપ, આ કેસ પર પીજીઆઈ કરશે રિસર્ચ

કોરોના પોઝિટિવ 18 મહિનાની દીકરી સાથે 20 દિવસ સુધી સાથે રહ્યા બાદ પણ તેની માતા કોરોનાના સંક્રમણથી બચી ગઈ છે. આવો પ્રથમ કેસ ચંડીગઢના PGIMER એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટીટયુટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચમાં સામે આવી છે. હવે આ કેસ પર રિસર્ચ કરવામાં આવશે કે આટલા બધા દિવસ સાથે રહ્યા પછી પણ માતાને ચેપ કેમ ન લાગ્યો ! 18 મહિનાની બાળકીને 20 એપ્રિલે કોરોનાનો ચેપ લાગ્યો હતો. તેની માતા 20 દિવસ સુધી પીજીઆઈમાં જ દીકરીની સાથે રહી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

17 દિવસમાં ત્રણ વાર બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

આ બાળકીનો ત્રણવાર રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ, માતાનો રિપોર્ટ દરેક વખતે નેગેટિવ આવતો હતો. શનિવારે બાળકીનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેને રજા આપવામાં આવી છે. કોવિડ સેન્ટરના ડો. રશ્મિ રંજન ગુરુએ કહ્યું કે, માતાની ઈમ્યુન સિસ્ટમ ઘણી મજબૂત હતી. તેમણે માસ્ક પહેરેલું જ રાખ્યું અને વારંવાર હાથ પણ ધોયા. આ બાળકીને ઉધરસ કે શરદી નહોતી આથી માતા કોરોનાનાં સંક્રમણથી બચી ગઈ.

ઉલ્લેખનીય છે કે, આ બાળકીનો હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ નરેન્દ્ર ત્યાગી સાથે મસ્તી કરતો વીડિયો પણ વાઈરલ થયો હતો. ન્યૂઝ એજન્સી NDTVએ આ વીડિયો શેર કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો