વડોદરાના બોડેલીની 2 વર્ષની બાળકીએ કોરોના સામેની જંગ જીતી, ગુજરાતની અત્યાર સુધીની સૌથી નાની ઉંમરની બાળકી કોરોના મુક્ત થઇ

વડોદરાની ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી બોડેલીની 2 વર્ષની બાળકીએ કોરોના વાઈરસને હરાવ્યો છે. ગુજરાતની અત્યાર સુધીની સૌથી નાની ઉંમરની બાળકી આયેશા આજે કોરોના મુક્ત થઇ છે. કોરોના વોરિયર્સે તેના પરિવારને પાછી સોંપી, ત્યારે એમણે હર્ષની લાગણી અનુભવી હતી. મોટી ઉંમરના વડીલોની જેમ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પણ કોરોના માટે હાઇ રિસ્ક ગણાય છે, તેવી જાણકારી આપતાં બાળ રોગ તબીબ ડો.લલિત નઈનીવાલે જણાવ્યું હતું કે, આયેશાનાદાદા અને વડીલો કોરોના પોઝિટિવ હતા. સદનસીબે આ બાળકી ખૂબ આછા લક્ષણો ધરાવતી હતી. અમે તેને નિર્ધારિત પ્રોટોકોલ અનુસરીને સારવાર આપી હતી, જેને સફળતા મળ્યાનો અમને આનંદ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

દાદા પછી પૌત્રી કોરોના મુક્ત થઇ

સારવાર દરમિયાન આયેશાના બેથી ત્રણ વાર ટેસ્ટ કરવામાં આવ્યા, જે નેગેટિવ આવતા આજે એને રજા આપવામાં આવી હતી. આ બાળકી હવે તંદુરસ્ત છે. આ અગાઉ એના દાદા પણ અહીંની સારવારથી સાજા થયાં છે. આમ, ગોત્રીની મેડિકલ ટીમે આ પરિવારને બેવડી ખુશી આપી છે. અત્યાર સુધીમાં ગોત્રી હોસ્પિટલની સારવારથી શહેરના ત્રણ અને બોડેલીના બે મળીને ફુલ 5 દર્દીઓ કોરોનામાંથી મુક્ત થયા છે.

ગોત્રી હોસ્પિટલમાં 55 વર્ષથી વધુ વયના 4 લોકો સાજા થયા

ડો. ચિરાગ રાઠોડે જણાવ્યું કે, આ પાંચ પૈકી ચાર લગભગ 55 વર્ષથી વધુ ઉંમરના હતાં. આ બાળકી 2 વર્ષની ઉંમરની છે. આ બંને પ્રકારની વય હાઈ રિસ્ક ગણાય છે. મોટી ઉંમરના ચાર દર્દીઓમાં બે ડાયાબિટીસ અને કિડનીની બીમારી ધરાવતા દર્દીઓ હતા. કોરોનાની સાથે આ બીમારીઓથી જોખમ વધે છે. એટલે એક રીતે પડકાર જનક કેસોની સારવારમાં મળેલી સફળતાથી અમારો ઉત્સાહ વધ્યો છે. તમામ દર્દીઓ સાજા થઈ ઘેર જાય એવી શુભભાવના અને નિષ્ઠા સાથે અમારી ટીમો કાર્યરત છે.

13 દિવસની સારવાર બાદ મારી દીકરી હવે સ્વસ્થ છે: બાળકીના પિતા

બાળકીના પિતા આહેમદઉલ્લાએ જણાવ્યુ હતું કે, મારા પિતા પોઝિટિવ હતા. જેથી આયેશાની પણ તપાસ કરી. એને ગોત્રીમાં દાખલ કરી લગભગ 13 દિવસ સુધી સારવાર આપી. હવે એ સાજી થઈ ગઈ છે. તેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે એટલે રજા આપી છે. અહીં સુવિધા સારી છે, સ્ટાફ સારો છે અને ડોકટર સારા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો