2 વર્ષની બાળકી પર ગુજરાતની જનતા થઈ ભાવવિભોર, કોઈ પણ પ્રશ્નના જવાબ આપતી બાળકીનો વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

નાના બાળકોમાં મોટું જ્ઞાન હોય એવા વીડિયો ઘણા સમયથી સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રહ્યા છે. પરંતુ જો વાત આપણા રાજ્યની આવે તો સ્વાભાવિક છે કે, કોઈને પણ આનંદ થાય, ગૌરવ થાય. હવે સોશિયલ મીડિયામાં હાલમાં ભાવનગર શહેરથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં માત્ર 2 વર્ષની બાળકીનું ટેલેન્ટ બતાવવામાં આવ્યું છે.

ગાર્ડનમાં બિદાન્સથી રમતી રમતી દરેક પ્રશ્નોના જવાબ આપતી આ બાળકીને તો કદાચ ખબર સુદ્ધાં પણ નહીં હોય કે, આ વીડિયો જોઈને ગુજરાતના દરેક લોકો પ્રભાવિત થશે. દરેક ગુજરાતીને આ બાળકી માટે આજે માન-સન્માનની લાગણી ઉદભવી રહી છે. લોકો પોતાના પરિવાર અને સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ શેર કરી રહ્યા છે.

બાળકી દરેક પ્રશ્નનો વિના સંકોચે ઉત્તર આપી રહી છે અને એ પણ સાચો. દેશના પ્રશ્ન હોય કે વિદેશના. જનરલ નોલેજની વાત હોય કે ભૂગોળની. ખાણીપીણીની વાત હોય કે ટેક્નોલોજીની. દરેક વાતમાં છોકરીનું આ જ્ઞાન ગુજરાતની જનતાને હેરાન કરનારું છે.

વીડિયોમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે જો વાત કરવામાં આવે તો, તેનું નામ વાઘેલા સાક્ષીબેન અર્જુનભાઈ છે અને ઉંમર 2 વર્ષ જણાવવામાં આવી રહી છે. તેનું ગામ નાની પાણીયારી અને તાલુકો પાલીતાણા તેમજ જીલ્લો ભાવનગર છે. તો સાંભળો વીડિયોમાં આ બાળકીનું અદ્ભૂત ટેલેન્ટ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો