ભારતીય નૌકાદળના ઈતિહાસમાં પહેલી વખત વૉરશિપની હેલીકોપ્ટર સ્ટ્રીમમાં 2 મહિલા ઑફિસર તૈનાત, રાફેલને પણ ઝડપથી મળશે પહેલી મહિલા પાયલટ

ભારતીય નૌકાદળના ઈતિહાસમાં પહેલી વખત બે મહિલા અધિકારી સબ લેફ્ટનન્ટ કુમુદિની ત્યાગી અને સબ લેફ્ટનન્ટ રીતિ સિંહને વોરશિપ પર તહેનાત કરવામાં આવશે. આ બન્નેની હેલિકોપ્ટર સ્ટ્રીમમાં ઓબ્જર્વર (એરબોર્ન ટેક્નિશિયન)ના પદમાં સામેલ કરવા માટે પસંદગી કરાઈ છે.

તો આ તરફ અંબાલામાં ભારતીય વાયુસેનાના રાફેલ સ્ક્વોડ્રનને પહેલી મહિલા ફાઈટર પાયલટ ટૂંક સમયમાં મળી જશે. ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટ પ્રમાણે, વાયુસેનાની 10 મહિલા ફાઇટર પાયલટ ટ્રેનિંગ લઈ રહી છે, જેમાંથી એક 17 સ્ક્વોડ્રન સાથે રાફેલ જેટ ઉડાવશે.

10 સપ્ટેમ્બરે 5 રાફેલ જેટને ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યાં છે. ભારતે ફ્રાન્સ પાસેથી 36 રાફેલ જેટ ખરીદ્યાં છે, જેમાં પાંચ ભારત આવી ચૂક્યાં છે, બાકી 2021નાં અંત સુધીમાં ભારતીય વાયુસેનાનો હિસ્સો બનશે.

17 અધિકારીને વિંગ્સથી સન્માનિત કરાયા

સબ લેફ્ટનન્ટ કુમુદિની ત્યાગી અને સબ લેફ્ટનન્ટ રીતિ સિંહ અધિકારી નૌકાદળના એ 17 અધિકારીના ગ્રુપનો હિસ્સો છે, જેમાં ચાર મહિલા અધિકારી સામેલ છે અને ત્રણ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના અધિકારી સામેલ છે, જેમને શોર્ટ સર્વિસ કમિશન બેચના અધિકારી તરીકે INS ગરુડ કોચ્ચીમાં સોમવારે યોજાયેલા એક સમારોહમાં ‘ઓબ્જર્વર’તરીકે સ્નાતક થવા અંગે ‘વિંગ્સ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રોગ્રામમાં રિયર એડમિરલ એન્ટની જ્યોર્જે કહ્યું હતું કે આ એક ઐતિહાસિક અવસર છે, જેમાં પહેલી વખત મહિલાઓને હેલિકોપ્ટર ઓપરેશનની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. 91માં રેગ્યુલર કોર્સ અને 22માં SSC ઓબ્જર્વર કોર્સના અધિકારીઓને એર નેવિગેશન, ફ્લાઈંગ પ્રોસીઝર, એર વોરફેરમાં દાવપેચ, એન્ટી-સબમરીન વોરફેરની ટ્રેનિંગ આપવામાં આવી હતી.

એવિયૉનિક સિસ્ટમ્સની પણ ટ્રેનિંગ આપવામાં આવી

બંને ઑબ્ઝર્વર્સ એક ખાસ ટીમનો ભાગ હતા. તેમને એર નેવિગેશન, ફ્લાઇંગ પ્રોસીઝર્સ, હવાઈ યુદ્ધ દરમિયાન અજમાવવામાં આવનારી તરકીબો, એન્ટી સબમરીન વૉરફેર ઉપરાંત એવિયૉનિક સિસ્ટમ્સની પણ ટ્રેનિંગ આપવામાં આવી છે. અત્યાર સુધી મહિલાઓની એન્ટ્રી ફિક્સ્ડ વિંગ એરક્રાફ્ટ સુધી સીમિત હતી જે દરિયા કિનારાની પાસે જ ટેકઑફ અને લેન્ડ કરતા હતા. સબ લેફ્ટનન્ટ કુમુદિની ત્યાગી અને સબ લેફ્ટનન્ટ રીતિ સિંહ નેવીના 17 અધિકારીઓના એક ગ્રુપનો ભાગ છે. આ ગ્રુપમાં 4 મહિલા અધિકારી હતી. તમામને કોચ્ચિમાં આઈએનએસ ગરૂડ પર થયેલા સમારંભમાં ઑબ્ઝર્વર્સ તરીકે ગ્રેજ્યુએટ થવા પર વિંગ્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રાફેલ ઉડાડશે મહિલા પાયલટ

આ સમારંભમાં ચીફ સ્ટાફ ઑફિસર (ટ્રેનિંગ) રિયર એડમિરલ એન્ટની જ્યોર્જે તમામ ઑફિસર્સને એવૉર્ડ આપ્યા. તેમણે કહ્યું કે આ મોટી તક છે જ્યારે પહેલીવાર મહિલાઓ હેલીકોપ્ટર ઑપરેશન્સમાં ટ્રેન્ડ થઈને જંગી જહાજો પર તૈનાત થવા જઈ રહી છે. નેવીના આ નિર્ણયના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે જાણવા મળ્યું કે વાયુસેનાએ પણ મોટું પગલું ભર્યું છે. રાફેલ યુદ્ધ વિમાનને ઉડાડવા માટે પણ એક મહિલા પાયલટને પસંદ કરવામાં આવી છે.

અત્યાર સુધી 10 મહિલા પાયલટ્સ કમિશન કરવામાં આવી

આ પાયલટ અત્યારે કન્વર્ઝન ટ્રેનિંગમાંથી પસાર થઈ રહી છે. તે જલદી 17 સ્ક્વાડ્રનનો ભાગ બની જશે. કારગિલ યુદ્ધમાં પહેલીવાર એરફૉર્સે મહિલા પાયલટ્સને એક્ટિવ ઑપરેશન્સનો ભાગ બનાવી હતી. વર્ષ 2016માં સરકારે મહિલાઓને ફાઇટર વિંગની પરવાનગી પણ આપી દીધી હતી. ત્યારથી અત્યાર સુધી 10 મહિલા પાયલટ્સ કમિશન કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો