સુરતની બે સગી બહેનોએ વિશ્વના સૌથી ઊંચા માઉન્ટ એવરેસ્ટને સર કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું

વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટને સુરતની બે બહેનોએ સર કરીને ભારતનો તિરંગો લહેરાવ્યો છે. ઉદ્યોગ સિવાય એડવેન્ચરમાં ગુજરાતી સાહસી ન હોવાની વાતને અનુજા અદિતી વૈદ્યએ તોડીને નવો કિર્તીમાન સર કર્યો છે. વિશ્વભરના 14 પર્વતારોહકો અને 25 શેરપાની સાથે અદિતી અને અનુજાએ એવરેસ્ટની ટોચ પર પહોંચીને ગુજરાત સાથે સુરતને ગર્વ અપાવ્યું છે.

30 માર્ચથી શરૂઆત કરી

સુરતની અદિતી વૈદ્ય (ઉ.વ.આ25) અને અનુજા વૈદ્ય(ઉ.વ.આ.21)ના 30મી માર્ચના રોજ એવરેસ્ટ બેઝ કેમ્પ પરથી જ્યારે ટીમ રવાના થઇ હતી. જે 22મી મેના રોજ એવરેસ્ટ સર કરી લીધો હતો. આ અંગે વિગતો આપતા ડો. આનંદ વૈદ્યએ જણાવ્યું હતું કે, તેમની બે પુત્રીઓ અદિતી વૈદ્ય (ઉ.વર્ષ 25) તેમજ અનુજા વૈદ્ય (ઉ.વર્ષ 21)એ બુધવારે સવારે પાંચ વાગ્યે 29 હજાર ફૂટ ઊંચાઈએ આવેલા હિમાલયના માઉન્ટ એવરેસ્ટ ઉપર તીરંગો લહેરાવીને એવરેસ્ટ શિખર સર કર્યું છે.

સુરતની બે સગી બહેનોએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યો છે..

બદલાતા વાતાવરણ વચ્ચે એવરેસ્ટ સર કર્યો

બાપાલાલ વૈદ્યની પ્રપોત્રીઓ અદિતી અને અનુજાએ એવરેસ્ટના વિષય વાતાવરણ અનેક વિકટ સમસ્યાઓ અને હવામાન વચ્ચે અવરોધો પણ આવ્યા હતાં.ઓક્સિજન બોટલ પણ હોય અને માઇનસ 40 ડિગ્રી તાપમાન વચ્ચે સતત બરફનું તોફાન હોય એટલે હાડ થીજવી નાંખતી ઠંડી વચ્ચે ખોરાક કેવો લેવો એ પણ એક સવાલ હોય ત્યારે અદિતી અને અનુજાએ ખોરાકમાં સૌથી વધારે પ્રાધાન્ય ખજુરના લાડુ અને ગોળ, સુંઠ તેમજ ઘીમાંથી બનાવેલી ગોળીઓને આપ્યું હતું. સુંઠ-ખજુરની એનર્જી જ તેમને મહત્તમ કામમાં લાગી છે એમ કહી શકાય.

ફેબ્રુઆરીમાં માઉન્ટ એકોન્ટાગુવા સર કર્યું હતું

સાઉથ અમેરિકાના આર્જેન્ટીના ખાતે 23 હજાર ફૂટની ઉંચાઇ ઉપર આવેલા માઉન્ટ એકોન્ટાગુવા નામના શીખરને અદિતી અને અનુજાએ સર કર્યું હતું. ડો.આનંદ વૈદ્યના જણાવ્યા પ્રમાણે તેમને અને તેમના પત્ની અનીતાબેનને એડવેન્ચરનો શોખ છે એટલે નાનપણથી જ બન્ને દીકરીઓ તેમની સાથે નાના મોટા પહાડો પર જાય ત્યારે સાથે આવતી હતી. દુર્ગમ પહાડીના પ્રવાસોના અવરોધ કેવા હોય અને તેનો સામનો કઇ રીતે કરવો એ બન્ને બહેનોને ખ્યાલ હતો અને આ અંગેની માઉન્ટેનીંગની તાલિમ લેવા માટે બન્ને બહેનો ઉત્તર કાશી ગઇ હતી જ્યાં બેઝીક તાલિમ લીધા બાદ તેમણે નિશ્ચય કર્યો હતો અને એક સ્વપ્ન જોયું હતું કે, એવરેસ્ટ પર તીરંગો લહેરાવવો છે અને આજે આ સ્વપ્ન સાકાર થયુ છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો