નારેશ્વર ખાતે નર્મદા નદીમાં નહાવા પડેલા કોસંબાના 5 યુવાનો ડૂબ્યા, 2નાં મોત, 3નો બચાવ

સુરત જિલ્લાના કોસંબા નજીક આવેલા તરસાલી ગામના 5 યુવાનો નારેશ્વર ખાતે નર્મદા નદીમાં ડૂબ્યા હતાં. જેમાંથી 2 યુવાનના મૃતદેહ મળ્યા હતા. જ્યારે 3 યુવાનનો બચાવ થયો હતો.

3 યુવાનોને બચાવી લેવામાં આવ્યા

સુરત જિલ્લાના કોસંબા નજીક આવેલા તરસાલી ગામના 8 યુવાનો કરજણ નજીક આવેલા નારેશ્વર ખાતે બપોરે 12 વાગ્યાની આસપાસ નર્મદા નદીમાં નહાવા માટે પડ્યા હતા. આ સમયે અચાનક જ 5 યુવાનો ડૂબવા લાગ્યા હતા. જે પૈકી 3 યુવાનોને બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ બે યુવાન ડૂબી ગયા હતા. ભારે શોધખોળ બાદ બંનેના મૃતદેહ નર્મદા નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

કરજણ પોલીસ સ્થળ પર દોડી ગઇ

ઘટનાની જાણ થતાં જ કરજણ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

મૃતક યુવાનના નામ

નવઘણ બાબરભાઇ રબારી(17) રહે, પટેલપાર્ક સોસાયટી, તરસાલી કોસંબા

પિન્ટુભાઇ ગોપાલભાઇ ટાંક (31) રહે, પટેલપાર્ક સોસાયટી, તરસાલી કોસંબા

(અહેવાલ અને તસવીરોઃ જતીન વ્યાસ, કરજણ)

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો