2 ફૂટ 10 ઈંચ ઉંચાઈ ધરાવતા 22 વર્ષના યુવાનની અનોખી કહાની, ગુજરાતી ફિલ્મમાં કર્યું છે કામ, સરકારી અધિકારી બનવાનું છે સપનું

મજબૂત ઈરાદાઓ ધરાવનારને કોઈ સીમાડા રોકી શકતા નથી. ઘણી વખત કેટલાક લોકો પોતાના શારીરિક બાંધાને કારણે ડિપ્રેશનમાં આવી જતા હોય છે અને પોતાનું અમૂલ્ય જીવન નિરર્થક કરી દે છે. પરંતુ અમદાવાદના 22 વર્ષના યુવાન જયદીપની આ અનોખી કહાની છે.

જયદીપના દાવા મુજબ તે શહેરનો સૌથી ઓછી 2 ફૂટ 10 ઈંચ ઊંચાઇ ધરાવતો યુવાન છે. તે શહેરની સહજાનંદ કોલેજમાં બી.કોમના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. તે જ્યારે કોલેજે જતો હોય ત્યારે પહેલી વખત તેને જોનારા લોકો એમ જ વિચાર છે કે, આ કોઈ પ્રાઈમરી સ્કૂલનો છોકરો કોલેજમાં આવી ગયો છે. જયદીપની હાઇટ ભલે ઓછી હોય પરંતુ તેના ઈરાદાઓ આસમાનની ઊંચાઈઓ સર કરવાના છે. જયદીપે જણાવ્યું કે ભલે હું અન્ય લોકોની જેમ ઊંચાઈ ધરાવતો નથી, પરંતુ હું સરકારી અધિકારી બનીને લોકસેવાનું કામ કરવા પ્રયત્ન કરીશ. હું બે વર્ષ પહેલા રીલિઝ થયેલી ગુજરાતી ફિલ્મ ભવરમાં પણ કામ કર્યું છે. મને એક્ટિંગ અને ડાન્સનો ખૂબ શોખ છે. હું મારા જેવા અન્ય દિવ્યાંગો માટે પણ કઈંક કરવા માંગુ છું.

3-4 વર્ષની ઉંમર બાદ તેની ઊંચાઈ વધવાની અટકી ગઈ

દેવભૂમિ દ્વારકાના ફતેપુરગામ સાણવદમાં જન્મેલા જયદીપના પરિવારમાં માતા-પિતા અને એક ભાઈ છે. જયદીપ જન્મ્યો ત્યારે અન્ય બાળકોની જેમ સ્વસ્થ હતો. પરંતુ 3-4 વર્ષની ઉંમર બાદ તેની ઊંચાઈ વધવાની અટકી ગઈ. માતા-પિતા ચિંતામાં આવી ગયા હતા. ખેડૂત પિતા વ્હાલા જયદીપને અનેક જગ્યાએ સારવાર માટે લઈ ગયા. પરંતુ ત્યારબાદ તેની ઊંચાઈ વધી નહીં. આ બધાની વચ્ચે જયદીપ ધીમે-ધીમે મોટો થવા લાગ્યો અને ગામની શાળામાં જવા લાગ્યો. ધોરણ 1થી 10 સુધીનો અભ્યાસ તેણે પોતાના ગામમાં કર્યો હતો. તે જ્યારે ગામની સ્કૂલમાં જતો ત્યારે તેની સાથે ભણતા અન્ય વિદ્યાર્થીઓની ઊંચાઈ વધી હતી જ્યારે જયદીપની ઉંચાઈ વધવાનું બંધ થઈ ગયું હતું. આમ છતાં જયદીપને તેનો ક્યારેય અફસોસ થયો નહીં, કારણ કે તેના માતા-પિતા હંમેશા તેની પડખે ઉભા રહેતા હતા. તેની સાથે ભણતા વિદ્યાર્થિઓ જયદીપને એક સામાન્ય મિત્રની જેમ જ વ્યવહાર કરતા હતા. શાળામાં ભલે ઊંચાઈ ઓછી હતી પરંતુ જયદીપ તમામ શિક્ષકોનો લાડકો હતો.

ઓછી ઉંચાઈને કારણે મુસાફરી કરવામાં મુશ્કેલી પડતી

સમય જતાં જયદીપ ઉચ્ચ અભ્યાસ કરવા અમદાવાદ આવ્યો. પરંતુ અમદાવાદ આવતાની સાથે તેને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. ઓછી ઊંચાઈના કારણે તે બસમાં કે ટ્રેનમાં મુસાફરી કરી શકતો ન હતો. અન્ય વિદ્યાર્થીઓની જેમ તેને બસમાં મુસાફરી કરવા માટે કોઈની મદદ જરૂર પડતી હતી. પરંતુ હવે જયદીપ પોતાની રીતે કોલેજ સુધી જાય છે. હાલ તે IIM અમદાવાદ પાસે આવેલા અપંગ માનવ મંડળમાં રહે છે. જયદીપ સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે અને તેના ટીકટોકના વીડિયો પણ વાઈરલ થતાં રહે છે. ટીકટોક પર તેના 300થી વધુ ફોલોઅર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો