કોસંબા: હાઈવે ઉપર ઉભેલાં કન્ટેનર સાથે કાર ધડાકાભેર અથડાતાં 2 લોકોનાં કમકમાટીભર્યાં મોત, પતરું કાપીને કાઢવી પડી લાશો

સુરત જિલ્લાના કોસંબાની સાવા ચોકડી પાસે નેશનલ હાઇ વે નંબર 48 પર ઇકો કાર ઉભેલાં કન્ટેનર પાછળ ધડાકાભેર ઘૂસી જતાં બે લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. અકસ્માતની ભયાવહતા તમે એ વાત પરથી સમજી શકો છો કે, ઈકો કારનું પતરું કાપીને લાશોને બહાર કાઢવી પડી હતી. હાલ કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

કલોલથી ઇકો કારમાં (જીજે 18 બીજે 1265) ચાર વ્યક્તિઓ બારડોલી કામ માટે જઇ રહ્યાં હતાં. તે દરમિયાન વહેલી સવારે કોસંબા પાસે મહુવેજ ગામની સીમમાં ચોકલેટ બનાવતી ફેક્ટરી સામે નેશનલ હાઇ વે નંબર 48 પરથી જતી હતી. ત્યારે રોડની એકબાજુ ઉભેલા ટ્રેલર (જીજે 12 એયુ 8143) પાછળ ઈકો કાર ધડાકાભેર અથડાઇ હતી. જેમાં ઘટના સ્થળે બે લોકોનાં મોત નીપજ્યાં હતા. જ્યારે બે લોકોનો બચાવ થયો છે.

આ અકસ્માતમાં ઈકો કારની ટક્કર એટલી જોરદાર હતી કે કારનું ઉપરનું પતરું વળી ગયું હતું. આ કારમાંથી મૃતદેહને બહાર લાવવા માટે કારનું પતરું તોડવું પડ્યું હતું. હાલ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં છે. તો આ ગમખ્વાર અકસ્માતને કારણે લોકોનાં ટોળે ટોળાં ભેગાં થઈ ગયા હતા. અને હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો.

મૃતકોનાં નામ-

1. પંકજભાઈ શંકરભાઈ લેવા
2. મહેશ ગીરી કનુભાઈ ગોસ્વામી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો