અમદાવાદના અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના આવી સામે, અપહરણ બાદ નરાધમ કડકડતી ઠંડીમાં સવારે 5 વાગ્યે બાળકીને છોડી નાસી છૂટ્યો

અમદાવાદમાં વધુ એક બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના બની છે. સરખેજ-આંબલીમાં ઘર પાસે રમી રહેલી અઢી વર્ષની બાળકીનું અપહરણ કરી લઇ ગયેલા યુવકે બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું. 14 કલાક બાદ નરાધમ બાળકીને તેના ઘર નજીક મૂકીને ભાગી ગયો હતો. જો કે પોલીસે બાળકીનું મેડિકલ ચેકઅપ કરાવતા તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

મૂળ યૂપીના વતની નીરવભાઇ આંબલીમાં ભાડાની ઓરડીમાં પત્ની પૂજા અને બે દીકરી સપના(અઢી વર્ષ) અને મોના સાથે રહે છે. (તમામ પાત્રોના નામ બદલેલ છે) 28 ડિસેમ્બરે પૂજાબહેન ઘર કામ કરી રહ્યાં હતાં અને સપના ઘર પાસે રમી રહી હતી. થોડીવાર પછી પૂજાબહેને બહાર આવીને જોયું તો સપના ન હતી, જેથી આ અંગે નીરવભાઇએ સરખેજ પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. 29 ડિસેમ્બરે સવારે 5.15 વાગ્યે સપના તેના ઘર પાસેની ગલીમાંથી મળી આવી હતી. જોકે સપના સાથે દુષ્કર્મ કે બીજું કશું થયું છે કે નહીં તેની ખરાઇ કરાવવા પોલીસે મેડિકલ ટેસ્ટ કરાવ્યા હતા. જેમાં ખરેખર તેની સાથે દુષ્કર્મ થયું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેના આધારે પોલીસે દુષ્કર્મ, પોસ્કો સહિતની કલમો ઉમેરીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

બાળકી આવી અને ગઈ ત્યારે હસતી-રમતી હતી
અઢી વર્ષની બાળકી ઘરેથી ગઇ ત્યારે હસતી-રમતી ગઇ હતી અને પાછી આવી ત્યારે પણ હસતી-રમતી જ આવી હતી. તેને કશી ખબર જ ન હતી કે તેની સાથે શું થઇ ગયું, પરંતુ ડોક્ટરોએ આપેલા મેડિકલ રિપોર્ટમાં સપના સાથે સેક્સુઅલ એસોર્ટ થયો હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

CCTVમાં દેખાતા બાઇકચાલકની તપાસ

સપનાનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ કરનાર નરાધમને પકડવા માટે જુદી જુદી ટીમો કામે લાગી છે. સીસીટીવી ચેક કર્યા જેમાં સવારે 5.30 વાગ્યે સપના જ્યારે તેના ઘર પાસે આવી ત્યારે તે ગલીમાંથી એક બાઈકચાલક જતો દેખાય છે.- બી.બી.ગોયલ, પીઆઈ સરખેજ

પોલીસને કોઇ પરિચિત હોવાની શંકા

સપનાનું અપહરણ કરી લઇ ગયેલો આરોપી પરિચિત હોવાની શંકા પોલીસે નકારી નથી. કારણ કે, જ્યારે સપનાનું અપહરણ થયું ત્યારે પણ તેનો રડવાનો કે બીજો કોઇ અવાજ આવ્યો ન હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો