વડોદરાની બેંક ઓફ બરોડાના લોકરમાં મૂકેલી રૂા. 2.20 લાખની નોટો ઉધઈ ખાઈ ગઇ, ગ્રાહકે વળતર માગ્યું

વડોદરા શહેરના પ્રતાપનગરની બેંક ઓફ બરોડાની બ્રાંચના લોકરમાં મહિલા ખાતેદારે મુકેલા રૂ.2.20 લાખને ઉધઈ ખાઈ જતા ખાતેદારે વળતરની માંગણી કરી છે. બેંકમાં લોકરમાં મુકેલા રૂપીયા ઉધઈ કાતરી ગઈ હોય તેવો પહેલો કિસ્સો શહેરમાં બન્યો છે. મહિલાએ પોતાના ઉધાઈ ખાઈ ગયેલા રૂપીયાનું વળતર માંગતા બ્રાંચ મેનેજર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રતાપનગર અપ્સરા સ્કાઈલાઈન કોમર્શીયલ કોમ્પલેક્ષમાં બેંક ઓફ બરોડાની બ્રાંચ આવેલી છે. આ બેંકના સુત્રોના જણાવ્યા અનુસાર, બેન્કના મહિલા ખાતેદાર રેહાનાબેન ડેસરવાલાએ તેમના લોકર માં 2.20 લાખ રૂપિયા મૂકેલા હતા, જેમાં રૂ.5,10,100 અને 500ની ચલણી નોટો સામેલ હતી. રેહાનાબેનને રૂપિયાની જરૂર હોવાથી તેઓ બેન્કમાં લોકરમાંથી રકમ લેવા ગયાં હતાં. જોકે બેન્કનું લોકર ખોલતાંની સાથે જ તેમના હોંશ ઊડી ગયા હતા. લોકરમાં મૂકેલા તેમના 2.20 લાખ રૂપિયા ઊધઈ ખાઈ ગઇ હતી અને આ રૂપિયા કોઇ કામના રહ્યા નહોતા.

બેન્ક-મેનેજર સમક્ષ ખાતેદાર મહિલાએ વળતરની માગ કરી

મહિલા ખાતેદારે આ સમગ્ર મામલે બેંકના કર્મચારીઓને ફરિયાદ કરી હતી. તેમજ મેનેજરને લેખિતમાં ફરિયાદ પણ કરી હતી. ખાતેદાર મહિલાએ વળતરની માગ કરી હતી અને બેંકમાં હોબાળો મચાવ્યો હતો. જોકે બેંકના અધિકારીઓના જણાવ્યા અનુસાર, લોકરનું ખાતુ ખોલાવતી વખતે તેમાં લખ્યું હોય છે કે લોકરમાં રોકડ રકમ મુકવી નહી. જ્યારે આ મહિલાએ લોકરમાં રકમ મુકતા ઉધઈ તેને ખાઈ ગઈ છે. જોકે બેંક મેનેજર દ્વારા હવે આ ઘટના અંગે તપાસ કરવામાં આવી રહી છે.

બેન્ક ઓફ બરોડાની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઊભા થયા

મહિલાના 2.20 લાખ રૂપિયા ઊધઈ ખાઇ જતાં હવે બેન્ક ઓફ બરોડાની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઊભા થઇ રહ્યા છે અને ખાતેદાર મહિલાને વળતર આપવામાં આવે એવી માગ પણ ઊઠી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો