ગાંધીધામમાં LUDO ગેમમાં બબાલ થતાં 19 વર્ષનાં યુવાનની કરપીણ હત્યા, પરિવારે એકનો એક પુત્ર ગુમાવ્યો

ગાંધીધામમાં બે મહિના પહેલાં લુડો ગેમના કારણે થયેલ મગજમારીનું મનદુઃખ રાખી એક 19 વર્ષનાં યુવાનની 4 થી 5 શખ્સોએ તીક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી જીવનની ગેમ ફિનિશ કરી દીધી હતી. હત્યાના સમાચાર વાયુવેગે ફેલાતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને પાંચેય આરોપીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

ગાંધીધામના ભારતનગરમાં બે મહિના પહેલાં લુડો ગેમમાં 4 થી 5 છોકરાઓ વચ્ચે ગેમનાં કારણે ઝગડાનો બનાવ બન્યો હતો. તેમાં ગેમને લઈ કોઈ મગજમારી થઈ હતી. અને બાદમાં એક મોટા ઝઘડાનો સ્વરૂપ ધારણ કર્યું હતું. પણ તે પણ મારામારી અને ગાળાગાળી સુધી આવીને તમામ છોકરાઓ છુટ્ટા પડી ગયા હતા. પણ આ ઝઘડાનું મનદુઃખ રાખી ગઈકાલે રાત્રે 5થી7 લોકો હથિયાર વડે હુમલો કર્યો હતો અને ત્યાંથી ભાગી ગયા હતા.

મૂર્તકે તેનાં મિત્રોને ફોન કરીને હોસ્પિટલ લઈ જવા માટે કીધું હતું. પણ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ વિકાસ આહીરની જીવનની ગેમ સમાપ્ત થઈ ગઈ હતી. વિકાસના પિતા ગાંધીધામમાં નાસ્તાની લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. વિકાસ તેનાં પિતાનો એકનો એક જ દીકરો હતો. પરિવાર ઉપર જેમ આભ ફાટ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. પોલીસે 5 શખ્સો વિરૂધ્ધ હત્યાની ફરિયાદ નોધી આરોપીઓને પકડવા તપાસ હાથ ધરી છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો