‘હું રાજકોટથી બોલું છું, મારી બહેનને મારી નાખશે, જલ્દી એની મદદ માટે જાઓ’, ભાઈએ 181ને ફોન કરીને રક્ષાનું વચન નીભાવ્યું
અમદાવાદના ગીતા મંદિરમાં રહેતી એક મહિલાએ રાતના સમયે અચાનક પોતાના રાજકોટ રહેતા ભાઈને ફોન કર્યો અને રડવા લાગી. રડતો અવાજ સાંભળીને ભાઈ કઈ પૂછે એ પહેલા જ ફોન સાસુ એ લઈ લીધો અને ફોન કાપી નાખ્યો. ત્યારબાદ ભાઈ એ વારંવાર ફોન કરવા છતાં બહેન સાથે વાત થઈ શકતી નહોતી. આખરે ભાઈ એ રાજ્ય સરકાર દ્વારા શુરૂ કરવામાં આવેલો હેલ્પલાઇન 181 પર કોલ કરતા જણાવ્યું કે ‘હું રાજકોટ છું અને જલ્દી અમદાવાદ નહિ આવી શકું તમારી ટીમ મારી બહેન ના ઘરે જઈને તપાસ કરો. મારી બહેનને મારી નાખશે એવો ડર છે’
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આ સાંભળીને 181 ની ટીમ તરત જ ગીતા મંદિર વિસ્તારમાં પહોચી અને મહિલાનું ઘર ખખડાવતા સસરા બહાર આવ્યા અને કહ્યું કે ઘરમાં કોઈ નથી બધા દવાખાને ગયા છે.181ની ટીમે ભાઈને આ વિશે જાણ કરી અને ભાઈ એ પુરા આત્મવિશ્વાસ થી કહ્યું કે મારી બહેન ઘરમાં જ હશે ઘરની તપાસ કરો.જે બાદ 181 ની ટીમે ઘરની તપાસ કરતા બહેન ઘરના રૂમમાંથી મળી આવી હતી.
તેને સાસરિયા દ્વારા પૂરી દેવામાં આવી હતી મહિલા ને હાથમાં પણ કાચ વાગ્યો હતો અને લોહી વહી રહ્યું હતું. મહિલાને ચક્કર પણ આવતા હતા આ સિવાય માર પણ મારેલો હોવાનું તેણે જણાવ્યું. જેથી ટીમ આ મહિલા ને સ્થળ પર જ સારવાર આપીને તાત્કાલિક પોલીસ સ્ટેશન લઈ ગયા. જ્યાં પોલીસ દ્વારા સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ પણ લેવામાં આવી છે. રક્ષા બંધન પહેલા ભાઈએ બહેન ની રક્ષાનું વચન 181 હેલ્પ લાઇન મારફતે નિભાવ્યું છે.
શું થયું હતું એ રાતે ?
181 હેલ્પ લાઇન ના કહેવા પ્રમાણે મહિલા ના પતિ પ્રાઇવેટ નોકરી કરે છે અને મહિલા પર શંકા રાખતા હતા. લગ્ન ને લાંબો સમય હોવા છતાં મહિલા ને કોઈ બાળક નહોતું. જેથી પરિવાર સતત પ્રેશર પર કરતું હતું. જે દિવસે ઘટના બની એ દિવસે રાતે પતિએ ઘરનો મોટો કાચ તોડી ધમાલ મચાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

