ગુજરાતની નારીશક્તિ: રાજકોટની આસપાસ આવેલા સાવજોની રાત-દિવસ દેખરેખ રાખે છે 3 મહિલા અધિકારી, રાત્રે 2 વાગ્યે મારણના સ્થળે પહોંચી ગાયોની રક્ષા કરી

રાજકોટની આસપાસના વિસ્તારોમાં સિંહના ત્રણ ગ્રુપ આવી પહોંચ્યા છે, ત્રણ મહિલા અધિકારી- હંસાબેન મોકરિયા, તૃપ્તિબેન જોશી અને વિલાસબેન અંટાળા 17 સાવજો લોકોથી દૂર રહે અને સિંહને પણ ઊની આંચ ન આવે એ માટે રાત-દિવસ મહેનત કરી દેખરેખ રાખી રહ્યાં છે. આરબટીંબડીમાં ત્રાટકેલા સિંહ વિશે ઈન્ચાર્જ આરએફઓ તૃપ્તિબેન જણાવે છે, ‘રાત્રિના 10.30 વાગ્યે પીપળવા સરપંચનો ફોન આવ્યો હતો કે અહીં સિંહ જોવા મળ્યા છે. ગાર્ડ સહિતનો સ્ટાફ ન હતો અને હું અને 4 શ્રમયોગી માત્ર 25 મિનિટમાં ત્યાં પહોંચ્યાં.

ફૂટપ્રિન્ટ જોતાં જોતાં 4 કિ.મી. જંગલની અંદર ગયાં, ત્યાં એક ઊંડી ખીણ આવતાં વાહન લઈને ફરીને જતાં હતાં ત્યાં શ્વાનનો ભસવાનો અવાજ આવ્યો, એટલે ખબર પડી કે આરબટીંબડી તરફ ગયાં છે. રાત્રિના 2 વાગ્યે સિંહ પહોંચ્યા અને એની થોડી મિનિટ બાદ અમે પહોંચ્યાં. ગૌશાળાની તૂટેલી દીવાલમાંથી 10 સિંહે ઘૂસી 10 વાછરડાંનાં મારણ કર્યા હતા. ગાય વધુ ભોગ ન બને એ માટે અમારી જીપને બાકીની ગાયો અને સિંહ વચ્ચે નાખી માત્ર 2 જ ફૂટે સિંહનું ટોળું હતું. આખરે અમે હિંમત કરીને ગૌશાળાનો દરવાજો ખોલ્યો, કારણ કે જ્યાં દીવાલ તૂટેલી હતી ત્યાં ગાયો ભેગી થઈ હતી.

આ બધું સવારના 5 વાગ્યા સુધી ચાલ્યું અને પછી નરે ગર્જના કરતા બધા સિંહ ભેગા થયા અને પીપળવા તરફ ગયા. આરએફઓ વિલાસબેન અંટાળા કોટડાસાંગાણીમાં સિંહના ગ્રુપને ટ્રેક કરી રહ્યાં છે અને અલગ અલગ સીમમાં મારણ થાય ત્યારે પહોંચી જાય છે, જોકે તેમના પતિને કોરોના પોઝિટિવ આવતાં બે દિવસથી તેઓ ક્વોરન્ટીન થયા છે. ભાયાસરમાં જે 3 સિંહ છે તેની જવાબદારી રાજકોટ દક્ષિણ આરએફઓ હંસાબેન મોકરિયા પાસે છે. તેઓ છેલ્લા 25 દિવસથી સિંહની પાછળ પાછળ છે અને દિવસ-રાત ઉજાગરા કરી રહ્યા છે. તેઓ જણાવે છે, ‘લોકોને સિંહથી દૂર રાખવા ખૂબ અઘરું કામ છે. 10 દિવસ પહેલાં જ વાડીમાં મારણ કર્યાના મેસેજ આવતાં હું ત્યાં ગઈ હતી. અંધારું ખૂબ હતું, તેથી ટોર્ચ કરી તો માત્ર 1 જ મીટર દૂર સિંહ હતા અને જાણે અમે આવતા હોવાનો અવાજ આવતાં તેઓ પાછળ હટી જંગલ વિસ્તાર તરફ જતા રહ્યા હતા.’

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો