સુરતમાં સ્પા મસાજ સેન્ટર પર દરોડા પાડતા ગોરખધંધા કરતી 16 થાઈલેન્ડ અને બે ભારતીય યુવતીઓ ઝડપાઈ

સુરતના પીપલોદ ડુમસ રોડ પર સ્પાની આડમાં ગોરખધંધા ચાલે છે તેવી સતત ફરિયાદ પોલોસને મળતી હતી, જેને લઇને એક જ બિલ્ડીંગમાં ચાલતા સ્પામાં હુમન ટ્રાફિકિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને 16 થાઈલેન્ડની યુવતી સાથે બે ભારતીય યુવતી અને 3 કર્મચારીઓની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

સુરતનો ડુમસ રોડ આમ તો શહેરની શાન માનવામાં આવે છે ત્યારે આ વિસ્તાર શહેરનો સૌથી પોઝ વિસ્તાર માનવામાં આવે છે. કહેવાય છે કે, સુરતી લોકો દરેક વસ્તુમાં આગળ છે, તેવામાં શહેરમાં સ્પાની આડમાં ગોરખધંધાનો બિઝનેસ છેલ્લા લાંબા સમયથી ફૂલ્યો-ફાલ્યો છે.

આ વ્યવસાયમાં હાઇફાઈ ઘરના લોકો આવતા હોવાને લઇને થાઈલેન્ડની યુવતીઓ મોટા પ્રમાણમાં આ સ્પામાં કામ કરતી હોય છે, ત્યારે થોડા દિવસ પહેલા ઉમરા પોલીસે દરોડા પાડી 18 જેટલી યુવતીને ડિટેઇન કરી હતી.

આ તમામ યુવતી વિઝીટર વિઝા પર આવીને અહીંયા વગર વર્કપરમીટે કામ કરતી હોવાને લઇને તેમના પર કાર્યવાહી કરવામાં આવી હતી. આવા સ્પામાં ખોટા કામ કરતા હોવાને લઈને આજે હુમન ટ્રાફિકિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

પીપલોદ વિસ્તારમાં આવેલ IBC બિઝનેસ હબમાં 3 જેટલા સ્પા ચાલે છે, તેવી વિગત મળતા હુમન ટ્રાફિકિંગ સેલ દ્વારા દરોડા પડતા અહીંયાંથી 16 જેટલી થાઈલેન્ડ યુવતી સાથે બે ભારતીય યુવતીને પોલીસે ઝડપી પાડી હતી. જોકે આ જગ્એયા સ્પા ચલાવતા 3 મેનેજરોને પણ પોલીસે ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી, આ યુવતીઓ સામે મોરલ ટ્રાફિકિંગ એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો