વિઝા વગર ફરો વિદેશમાં: ભારતીયો Visa વગર દુનિયાના આ 16 દેશોમાં ફરી શકે છે, રાજ્યસભામાં સરકારે આપી જાણકારી

દુનિયામાં 16 દેશ એવા છે જ્યાંનો પ્રવાસ કરવા માટે પાસપોર્ટ ધારક ભારતીયો (Indian Passport Holders)ને વીઝા (Visa)ની જરૂરિયાત રહેતી નથી. આ દેશોમાં નેપાળ (Nepal), માલદીવ (Maldives), ભૂટાન (Bhutan)અને મોરિશ્યસ (Mauritius) જેવા દેશ સામેલ છે. વિદેશ રાજ્ય મંત્રી (Minister of State for External Affairs) વી. મુરલીધરન (V. Muraleedharan)એ રાજ્યસભા (Rajya Sabha)માં આ જાણકારી આપી છે.

રાજ્યસભામાં એક લેખિત જવાબ રજ કરતાં વિદેશ રાજ્ય મંત્રી મુરલીધરને જણાવ્યું કે, 43 દેશ વીઝા-ઓન-અરાઇવલ (Visa on Arrival) સુવિધા પ્રદાન કરે છે અને 36 દેશ ભારતીય સાધારણ પાસપોર્ટ ધારકોને ઇ-વીઝાની સુવિધા (E-Visa Facility) પ્રદાન કરે છે.

આ દેશો માટે નહીં જોઈએ વીઝા – જે દેશોની યાત્રા માટે વીઝાની જરૂરિયાત નથી તે છે, બારબાડોસ, ભૂટાન, ડોમિનિકા, ગ્રેનાડા, હૈતી, હોંગકોંગ, SAR, માલદીવ, મોરિશ્યસ, મોંટસેરાટ, નેપાળ, નીયૂ દ્વીપ, સમોઆ, સેનેગલ, ત્રિનિદાદ અને ટોબેગો, સેન્ટ વિન્સેંટ અને ગ્રેનેડાઇનસ તથા સર્બિયા.

કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, ઈરાન, ઈન્ડોનેશિયા અને મ્યાનમાર એ દેશો પૈકી છે જે વીઝા-ઓન-અરાઇવલ સુવિધા પ્રદાન કરે છે અને શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ અને મલેશિયા એ 26 દેશોનો સમૂહ છે જેમની પાસે ઇ-વીઝાની સુવિધા છે.

વિદેશ રાજ્ય મંત્રી મુરલીધરને જણાવ્યું કે, સરકાર આંતરરાષ્ટ્રીય યાત્રાને સરળ બનાવવાના ઉદ્દેશ્યથી ભારતીયોને વીઝામુક્ત યાત્રા, વીઝા-ઓન-અરાઇવલ અને ઇ-વીઝા સુવિધા પ્રદાન કરનારા દેશોની સંખ્યા વધારવાનો પ્રયાસ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો