અમદાવાદમાં 15 વર્ષીય કિશોરે માતાને ચિઠ્ઠી લખી ઘર છોડ્યું, ‘મમ્મી! 36 કલાકમાં હું ન્યૂયોર્કમાં હોઈશ…’

રાજ્યમાં અવાર નવાર પોતાના બાળકો નાની અમથી વાતોને લઈને ઘર છોડી દેતા હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદના સેટેલાઈટમાં સામે આવ્યો છે. અમદાવાદના સેટેલાઈટમાં રહેતો એક 15 વર્ષીય કિશોરે પોતાની માતાને એક ચિઠ્ઠી લખી હતી. કિશોરે પોતાની માતાને લખેલી લખેલી વાતથી માતા આકુળ વ્યાકુળ બની હતી.

કિશોરે પોતાની માતાને લખેલી ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, મમ્મી! હું 36 કલાકમાં ન્યૂયોર્ક હોઈશ, આટલું લખ્યા બાદ તે પોતાના ઘરમાંથી ગુમ થયો હતો. આ ઘટના સામે આવ્યો બાદ પિતાએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સેટેલાઈટના એક ફલેટમાં 15 વર્ષીય કિશોર સોલારિસ પબ્લિક સ્કૂલમાં ધો. 11 સાયન્સમાં અભ્યાસ કરે છે. તે 26મી ના રોજ પણ પોતાના નિત્યક્રમ મુજબ સવારે સ્કૂલે ગયો હતો. ત્યારબાદ કિશોરે પોતાની માતાને એક વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો. આ મેસેજ આવ્યા બાદ માતાએ પોતાના પતિ અને કિશોરના પિતાને ફોન કરીને મેસેજ વિશે જાણ કરી હતી.

15 વર્ષીય કિશોરના માતાએ પોતાના પતિને જણાવ્યું હતું કે, આપણો પુત્રનો એક મેસેજ આવ્યો છે, જેમાં તેણે લખ્યું છે કે, મમ્મી! મારા બુક્સના ખાનામાં નીચે રાખેલી ફાઇલમાં બે કાગળો છે તે વાંચી લેજો. જેમાં લખ્યું હતું કે, પપ્પા-મમ્મી મને એક ભાઇ ન્યૂ યોર્ક ખાતે લઇ જાય છે. ત્યાં એકથી બે લાખ રૂપિયા પગાર આપશે અને મારું પરફોમન્સ જોઇને તે લોકો આગળ નક્કી કરશે. મે 50થી 70 હજાર રૂપિયાની વ્યવસ્થા કરી લીધી છે. મને ફેશ વોશની કંપનીમાં લગાડવાની વાત કરે છે. હાલ હું ન્યૂ યોર્ક જાઈ રહ્યો છું.

પુત્રએ માતાને જણાવ્યા પ્રમાણે ચિઠ્ઠીમાં વધુમાં લખ્યું હતું કે, મેં ચિઠ્ઠીમાં લખેલા નંબર પર વોટ્સઅપ કોલ કરજો. હું 36 કલાક પછી કોલ ઉઠાવીશ. આ વાત સાંભળી કિશોરના પિતા ઘરે આવી સંબંધીઓ અને સ્કૂલમાં તપાસ કરતા પુત્રની કોઇ ભાળ મળી નહોતી. આથી ગભરાયેલા પિતાએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો